________________
આ લેકનો વાચ્યાર્થ ત–લક્ષ્મી રતિકાલ નાભિપદ્મમાં પિતામહને જોઈ રસા કુલ હોઈ હરિના દક્ષિણ નેત્રનું આચ્છાદન કરે છે. આ પ્રમાણે છે. આ સ્થળે લક્ષણાથી એકાદ કક્ષાનો બોધ કદાચ સંભવી શકે એમ ઘડીભર માની લઈએ પણ હરિનાં દક્ષિણ નેત્રનું સૂર્યવ, તેને આચ્છાદિત કરવાથી સૂર્યાસ્ત સમય, તેથી કરી પદ્મનિમીલન થતાં બ્રહ્માનું ઢંકાઈ જવું અને બ્રહ્માના અદર્શનથી નિઃશંક એકાંત લાભ મળતાં અપ્રતિહત આનંદ સુખ ઇત્યાદિક જે ઉત્તરોત્તર અનેક કક્ષાઓમાં અનર્ગલ અર્થની પ્રતીતિ થવી તે વ્યંજના સ્વીકારની બલાત્મ ફરજ પાડે છે. એવાં વ્યંગ્યપ્રધાન કાવ્યોનેજ સાંપ્રદાયિક સાહિત્ય મર્મજ્ઞ પુરૂષોએ ઉત્તમ કાવ્ય કહ્યાં છે. એવાં કાવ્યો સહૃદયજનનાં જીવન રસાયન અને કવિઓનાં નિધાનરૂપ ગણાય છે, અર્થાત્ કાવ્યની સ્વરૂપસંપત્તિ વ્યંગ્યાધીન છે, અને ગુણ તથા અલંકાર તેના નામાર્થ પ્રમાણે ક્રમણ વિશેષાધાયક તથા શોભાજનક બને છે ઈત્યાદિક કાવ્ય સંબંધી સમગ્ર બાબતોનો ચિતાર આવા નિબંધેના પરિશીલનથી જ હદયારૂઢ થઈ શકે છે.
જો કે કેશવદાસ પદ્માકર આદિક ભાષા કવિઓએ નાયિકાભેદાદિક એક એક સાહિત્યાંશને અવલંબી તેના નિરૂપણ ઉપર પરાક્રમ ખર્ચેલ છે. તેવી રીતે ગુજરાતીમાં પણ તેવા સાહિત્યમાં લખાયા હશે પણ સમગ્ર અંગ ઉપાંગ સહિત કાવ્યપ્રકાશ જેવા ગ્રન્થની ગુજરાતી ભાષામાં જે ઘણા સમયથી ખામી હતી તે આ કાવ્યશાસ્ત્રના નિર્માણથી દૂર થશે એમ સકારણ માની શકાય છે.
કાવ્ય કરતાં શીખવાની ઈચ્છા વાલાઓને તથા બીજાનાં રચેલાં કાવ્યોને યથાર્થ રીતે સમજવાની ઈચ્છા રાખનારાઓને આ “કાવ્યશાસ્ત્રના અભ્યાસ પરિશીલનને માટે ખાસ ભલામણ કરવાની થએલી વૃત્તિને અમલમાં મૂકવા
છેલ્લે કાવ્યશાસ્ત્રની પ્રસ્તાવના પૂર્ણ કરતાં પહેલાં કાવ્યશાસ્ત્રના કર્તાના આશ્રયદાતા સાહિત્યપ્રેમી અખંડ પ્રઢ પ્રતાપ વાંસદા મહારાજા શ્રી ૧૦૮ ઇન્દ્રસિંહજી બહાદુરને મારે અંતઃકરણપૂર્વક ધન્યવાદ આપવો ઘટે છે. કારણ કે સાહિત્ય અને સંગીતની ખરી ખીલવટ તો માત્ર રાજ્યાશ્રયથીજ થઈ શકે છે. કિન્તુ અધુના સાહિત્ય અને સંગીતની થતી અવનતિના અવસરમાં તેમજ રાજા મહારાજાઓની વૃત્તિઓજ જ્યાં કઈ જુદી જ દિશામાં વળું ઘેલી છે તેવા સમયમાં આર્યાવર્તના પ્રાચીન સાહિત્યનું ગૌરવ જાળવવામાં જે કંઈ સાહાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com