________________
લોક સેવાના કાર્યમાં યથાશક્તિ પ્રયત્ન કરે છે, તેવા પ્રયત્નોને લેકે આવકાર આપે છે અને એ પ્રયતને લેકોના આદરપાત્ર પણ થાય છે.
આ કાવ્યશાસ્ત્ર પણ એવા જ પ્રકારનો પ્રયત્ન હાઈ લેકે પકારક થવા યોગ્ય છે અને તેથી જ લેકના આવકારનો દાવો રાખે છે. ઊપસંહારમાં આ કાવ્યશાસ્ત્રના પ્રણેતાએ પ્રાય: પ્રાચીન ક્રમને જાલવીને અભિનવ સાહિત્યકારોની શૈલી પણ અખત્યાર કરી છે, જે વર્તમાન કરૂચિના આરાધનને અનુકૂળ છે. પ્રથમતઃ પ્રાચીન મતાનુસાર કાવ્ય લક્ષણ નિરૂપણ કરી તદનંતર શબ્દશક્તિનિરૂપણ, કાવ્યભેદ (પ્રકાર), કાવ્યદોષ, કાવ્યગુણ, વૈદર્ભ પ્રભૂતિ કાવ્યરીતિઓ, રસનિરૂપણ, અને તેના પેટામાંજ સ્વકીયાદિ નાયિકા વર્ણન લખી અંતમાં શબ્દાલંકાર તથા અર્થાલંકારના નિસ્પણમાં ગ્રન્થ સમાસિને પ્રાચીન તથા અર્વાચીન સાહિત્યકારોનો સંમતજ કમ સ્વીકાર્યો છે, રસ તથા અલંકારનાં ઉદાહરણોને સ્પષ્ટ સમજાવવાને ઘણે સ્થળે અનેક ગ્રન્થકારેનાં લક્ષણોની ચર્ચા પણ આપેલી છે. જે ઉપરથી લક્ષ્મપૂર્વક વાંચનાર, લક્ષણના પ્રત્યેક પદનું સાર્થક્ય સમજીને ઉદાહરણ વાક્યનું યથાર્થ તાત્પર્ય સમજવા શક્તિમાન થાય.
સાહિત્યશાસ્ત્રના પરમપાસક કવિઓ સિવાય સામાન્ય વર્ગની એવી સમજ કયાંક કયાંક જોવામાં આવે છે જે કઈ પણ પદ્ય બોલાણું કે તરત પ્રશ્ન ઉઠાવે કે “એમાં કયો અલંકાર છે ?’ જાણે કે અલંકાર વિનાની કવિતાજ ન કહેવાતી હોય આવી માન્યતા દેખાય છે. પણ જ્યારે આવાં કાવ્યશાસ્ત્રનું અવલોકન કરવામાં આવે ત્યારે બરાબર સમજાય કે અલંકાર પછી તે શબદગત હે કે અર્થગત હો પણ તે અવર (નિકૃષ્ટ) કાવ્યનો સામાન ગણાય છે, મધ્યમ કાવ્ય ગણાવાને માટે ગુણીભૂત વ્યંગ્ય અપેક્ષિત છે અને ઉત્તમ કાવ્ય તે વાચ્યાર્થની અપેક્ષાએ બંગાથે અતિશયિત હોય ત્યારે જ કહેવાય છે. ન્યાયશાસ્ત્રમાં વ્યંગ્ય નહીં માની શક્તિ અને લક્ષણ બેજ વૃત્તિઓથી નિર્વાહ કરવાના ડોળમાં વ્યંજનાનું પ્રત્યાખ્યાન કર્યું છે. પણ સાહિત્યતત્વવેત્તાઓએ તેઓની બુદ્ધિને કેંદ્રમાં લાવવા એવાં ઉદાહરણો આપ્યાં છે કે ન છૂટકે તેઓને વ્યંગ્ય સ્વીકારવું જ પડે.
रतिकाले विलोक्य श्रीनाभिपये पितामहम् । रसाकुला ऽऽच्छादयते, दक्षिणं नयनं हरेः ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com