Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૧૪
કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ નૈયાયિકો અને વૈશેષિકો મિથ્યાજ્ઞાનને કર્મબંધનું કારણ માને છે. યોગ અને સાંખ્ય દર્શનોમાં પ્રકૃતિ-પુરુષના અભેદજ્ઞાનને કર્મબંધનું કારણ માનવામાં આવ્યું છે. વેદાન્ત વગેરે દર્શનોમાં અવિદ્યા કે અજ્ઞાનને કર્મબંધનું કારણ બતાવવામાં આવ્યું છે. બૌદ્ધોએ વાસના યા સંસ્કારને કર્મબંધનું કારણ માન્યું છે. જૈન પરંપરામાં ટૂંકમાં મિથ્યાત્વને કર્મબંધનું કારણ માનવામાં આવ્યું છે. જે હો તે, એટલું તો નિશ્ચિત છે કે કર્મબંધનું કોઈ પણ કારણ કેમ ન માનવામાં આવે પરંતુ રાગદ્વેષજન્ય પ્રવૃત્તિ જ કર્મબંધનું પ્રધાન કારણ છે. રાગ-દ્વેષની અલ્પતા યા અભાવથી અજ્ઞાન, વાસના કે મિથ્યાત્વ પાતળા પડે છે યા તેમનો નાશ થઈ જાય છે. રાગ-દ્વેષ રહિત જીવ કર્મબંધ કરવા યોગ્ય વિકારોથી સદૈવ દૂર રહે છે. તેનું મન હમેશા તેના પોતાના અંકુશમાં રહે છે. કર્મબંધની પ્રક્રિયા
જેન કર્મગ્રન્થોમાં કર્મબંધની પ્રક્રિયાનું સુવ્યવસ્થિત વર્ણન કરવામાં આવ્યું છે. સંપૂર્ણ લોકમાં એવું કોઈ પણ સ્થાન નથી કે જ્યાં કર્મયોગ્ય પૌગલિક પરમાણુઓ ન હોય. જ્યારે જીવ પોતાના મન, વચન કે શરીરથી કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કરે છે ત્યારે ચારે બાજુથી કર્મયોગ્ય પૌગલિક પરમાણુઓ તે જીવ તરફ આકર્ષાય છે. જેટલા ક્ષેત્ર(પ્રદેશોમાં જીવનો આત્મા હોય છે તેટલા જ ક્ષેત્રમાં રહેલા પરમાણુ આત્મા દ્વારા એ સમયે ગ્રહણ કરાય છે, અન્ય પરમાણુ નહિ. પ્રવૃત્તિની તરતમતા અનુસાર ગૃહીત પરમાણુઓની સંખ્યામાં પણ તારતમ્ય થાય છે. પ્રવૃત્તિની માત્રા વધુ હોતાં ગૃહીત પરમાણુઓની સંખ્યા પણ વધુ હોય છે અને પ્રવૃત્તિની માત્રા ઓછી હોતાં ગૃહીત પરમાણુઓની સંખ્યા પણ ઓછી હોય છે. ગૃહત પૌગલિક પરમાણુઓના સમૂહનું કર્મરૂપે આત્માની સાથે બંધાવું એને જૈન કર્મવાદની પરિભાષામાં પ્રદેશબંધ કહે છે. એ જ પરમાણુઓની જ્ઞાનાવરણ (જ કર્મોથી આત્માની જ્ઞાનશક્તિ આવૃત થાય છે તે કર્મો) આદિ અનેક રૂપોમાં પરિણતિ થવી એને પ્રકૃતિબંધ કહે છે. પ્રદેશબંધમાં કર્મપરમાણુઓનો જથ્થો અભિપ્રેત છે, જ્યારે પ્રકૃતિબંધમાં કર્મપરમાણુઓની પ્રકૃતિ(સ્વભાવ)નો વિચાર કરવામાં આવે છે. ભિન્ન ભિન્ન સ્વભાવવાળા કર્મપરમાણુઓની ભિન્ન ભિન્ન સંખ્યા હોય છે. બીજા શબ્દોમાં, વિભિન્ન કર્મપ્રકૃતિઓના વિભિન્ન કર્મપ્રદેશ હોય છે. જૈન કર્મશાસ્ત્રોમાં આ પ્રશ્ન પર
૧. જૈનદર્શન માને છે કે આત્મા શરીરવ્યાપી છે. દેહની બહાર આત્મા હોતો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org