Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૧૬૧
આગમસાર અને દ્રવ્યાનુયોગ
અન્તિમ ગાથામાં પ્રવ્રયાને જન્મસમયના સ્વરૂપવાળી એટલે કે નગ્નરૂપવાળી, આયુધરહિત, શાન્ત, અને અન્ય દ્વારા નિર્મિત ગૃહમાં નિવાસ કરનારી કહી છે.
ટીકા – આના ઉપર શ્રુતસાગરની ટીકા છે. અંતિમ ત્રણ ગાથાઓને તેમણે “ચૂલિકા' કહી છે. પૃ. ૧૬૬ ઉપર પદ્માસન અને સુખાસનનાં લક્ષણો આપ્યાં
૫. ભાવપાહુડ (ભાવપ્રાભૃત) – આમાં ૧૬૩ પદ્ય છે અને આ પદ્યો અધિકાંશ આર્યા છન્દમાં છે. આ દષ્ટિએ ઉપલબ્ધ બધાં (આઠ) પાહુડોમાં આ સૌથી મોટું પાહુડ છે. કેવળ આ દૃષ્ટિએ જ નહિ, પરંતુ બીજી અનેક દષ્ટિએ આ વિશેષ મહત્ત્વનું પાહુડ છે. તેની પહેલી ગાથામાં “ભાવપાહુડ' શબ્દ જોવા મળે છે. ભાવ એટલે કે પરિણામની વિશુદ્ધિ. આ પાહુડમાં આવી વિશુદ્ધિથી થનારા વિવિધ લાભ તથા વિશુદ્ધિના અભાવમાં થનારી વિવિધ પ્રકારની હાનિ વિસ્તારથી જણાવી છે. બાહ્ય નગ્નત્વની જરા જેટલીય કીમત નથી, અંદરથી આત્મા દોષમુક્ત એટલે કે નગ્ન બન્યો હોય તો જ બાહ્ય નગ્નત્વ સાર્થક છે; ભાવલિંગ વિના દ્રવ્યલિંગ નિરર્થક છે – આ વાત સ્પષ્ટ રૂપે રજૂ કરવામાં આવી છે. - સાચો ભાવ ઉત્પન્ન ન થવાને કારણે સંસારી જીવે નરક અને તિર્યંચ ગતિમાં અનેક જાતની યાતનાઓ સહન કરી છે અને મનુષ્ય તથા દેવનાં પણ કષ્ટો ઉઠાવ્યાં છે. આખા લોકમાં, મધ્યભાગમાં ગોસ્તનના આકારના આઠ પ્રદેશો સિવાય, આ જીવ સર્વત્ર ઉત્પન્ન થયો છે. તેણે અનન્ત ભવોમાં જનનીનું જે દૂધ પીધું છે, તેના મૃત્યુથી માતાઓએ જે આંસુ વહાવ્યાં છે, તેનાં વાળ અને નખ જે કાપવામાં આવ્યાં છે તથા તેણે જે શરીરો ધારણ કર્યા છે, તેમનું પરિમાણ બહુ જ મોટું છે. એક અન્તર્મુહૂર્તમાં તેણે નિગોદના રૂપે ૬૬૩૩૬ વાર, હીન્દ્રિયના રૂપે ૮૦ વાર, ત્રીન્દ્રિયના રૂપે ૬૦ વાર અને ચતુરિન્દ્રિયના રૂપે ૪૦ વાર મરણનો અનુભવ કર્યો છે. તે સિવાય, તે પાસત્ય (પાર્થસ્થ) ભાવનાથી અનેક વાર દુ:ખી થયો છે.
ગર્વને કારણે બાહુબલીને કેવળજ્ઞાનની અપ્રાપ્તિ, નિંદાને કારણે મધુપિંગ મુનિને સાચા શ્રમણત્વનો અભાવ અને વસિષ્ઠ મુનિને દુઃખ સહન કરવું પડવું,
૧. જુઓ ગાથા ૩૬
૨. જુઓ ગાથા ૨૮-૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org