Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૨ ૨૫
ધર્મોપદેશ હિઓવએ કુલય (હિતોપદેશકુલક)
આ નામની મુનિચન્દ્રસૂરિની બે રચનાઓ છે. તે બંનેમાં જૈન મહારાષ્ટ્રીમાં ૨૫ ૨૫ ગાથાઓ છે. તે બંનેમાં હિતકર ઉપદેશ આપવામાં આવ્યો છે. ઉવએસકુલય (ઉપદેશકુલક)
આ પણ મુનિચન્દ્રસૂરિની કૃતિ છે. તેમાં ૩૩ ગાથાઓ જૈન મહારાષ્ટ્રમાં છે. તેમાં શોકને પિશાચ કહીને તેને દૂર કરવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે. તે ઉપરથી તેને “સોગહરવિએસક્લય” પણ કહે છે. તેમાં ધાર્મિક ઉપદેશ આપવામાં આવ્યો છે, તેથી તેને “ધમોવએસ' પણ કહે છે. નાણપ્રયાસ (જ્ઞાનપ્રકાશ)
અનેકવિધ સ્તોત્ર વગેરેના રચનાર ખરતર જિનપ્રભસૂરિની આ અપભ્રંશ રચના છે. તેમાં ૧૧૩ પદ્યો છે. કુલક' નામથી પ્રસિદ્ધ આ કૃતિનો વિષય જ્ઞાનનું નિરૂપણ છે.
ટીકા – તેની સંસ્કૃત ટીકાના કર્તાનું નામ અજ્ઞાત છે. ધમાધમ્મવિયાર (ધર્માધર્મવિચાર).
આ પણ ઉપર્યુક્ત જિનપ્રભસૂરિની અપભ્રંશ રચના છે. તેમાં ૧૮ પદ્ય છે. તેનો પ્રારંભ “અહ જણ નિસુણિજ્જઉથી થાય છે. તેમાં ધર્મ અને અધર્મનું સ્વરૂપ સ્પષ્ટ કરવામાં આવ્યું છે. સુબોધપ્રકરણ
આ હરિભદ્રસૂરિની કૃતિ છે એમ કેટલાક માને છે, પરંતુ આજ સુધી તે અપ્રાપ્ય છે. સામણગુણોવએસકુલય (સામાન્યગુણોપદેશકુલક)
આ અંગુલસત્તરિ વગેરેના કર્તા ઉપર્યુક્ત મુનિચન્દ્રસૂરિની જૈન મહારાષ્ટ્રીમાં રચાયેલી ૨૫ પદ્યોની કૃતિ છે. તેમાં સામાન્ય ગુણોનો ઉપદેશ દેવામાં આવ્યો હશે એવું તેના નામ ઉપરથી લાગે છે.
૧. આ નામની બે કૃતિઓ પ્રકરણસમુચ્ચયમાં અનુક્રમે ૨૫-૨૭ અને ૨૭-૨૮ પત્રો ઉપર
છપાઈ છે. ૨. આ પણ પ્રકરણસમુચ્ચયમાં (પત્ર ૩૬-૩૮)માં છપાઈ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org