Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૨૪૫
યોગ અને અધ્યાત્મ અ)માં પ્રતિક્રમણની વિધિ સંબંધી ૩૩ ગાથાઓ કોઈ પ્રાચીન કૃતિમાંથી ઉદ્ધત કરવામાં આવી છે. “રિયાવદિય’ “તસ ૩ત્તરી “મન્નત્થ’ નમુત્યુ “મરિહંતવેદ્ય
સ” “પુમવરવર “સિદ્ધાળે વૃદ્ધાં' “જય વીયર' – આ સૂત્રોનું સ્પષ્ટીકરણ આ વૃત્તિમાં કરવામાં આવ્યું છે.
આ વૃત્તિમાં પ્રસંગોપાત્ત અનેક કથાઓ આવે છે. તેમના દ્વારા નીચે જણાવેલ વ્યક્તિઓની જીવનરેખા આપવામાં આવી છે.
અભયકુમાર, આદિનાથ અથવા ઋષભદેવ, આનન્દ, કુચિકર્ણ, કૌશિક, કામદેવ, કાલસૌરિકપુત્ર, કાલકાચાર્ય, ચન્દ્રાવતંસક, ચિલતિપુત્ર, ચલિનીપિતા, તિલક, દઢપ્રહારી, નન્દ, પરશુરામ, બ્રહ્મદત્ત, ભરત ચક્રવર્તી, મરુદેવી, મંડિક, મહાવીરસ્વામી, રાવણ, રૌહિણેય, વસુ (નૃપતિ), સગર ચક્રવર્તી, સંગમક, સનકુમાર ચક્રવર્તી, સુદર્શન શ્રેષ્ઠી, સુભૂમ ચક્રવર્તી અને સ્થૂલભદ્ર.
આ વિશે વિશેષ માહિતી “જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસમાં (ખંડ ૨, ઉપખંડ ર) આપવામાં આવી છે.
યોગિરમા – આ ટીકા દિવ અમરકીર્તિના શિષ્ય ઈન્દ્રનન્દીએ શક સંવત્ ૧૧૮૦માં ચન્દ્રમતી માટે લખી છે. તેમાં યોગશાસ્ત્રનો યોગપ્રકાશ અને યોગસારના નામથી નિર્દેશ છે. આ ટીકાના આરંભે ત્રણ શ્લોક છે.
૧. આ ગાથાઓ ગુજરાતી અનુવાદ સાથે પ્રતિક્રમણ સૂત્રપ્રબોધટીકા' (ભાગ ૩, પૃ. ૮૨૪-૮૩૨)માં
ઉદ્ધત કરી છે. ૨. આ ટીકાની એક હસ્તપ્રતિ કારજા (અકોલા)ના શાસ્ત્રભંડારમાં છે. પ્રત્યેક પૃષ્ઠ ઉપર ૧૧થી ૧૨
પંક્તિઓ છે અને પ્રત્યેક પંક્તિમાં ૫૫થી ૬૦ અક્ષરો છે. તેમાં ૭૭ પત્ર છે. પ્રત્યેક પત્રનું માપ ૧૧.૨૫”x૪.૭પ” છે. તે ૪૦૦-૫૦૦વર્ષ પ્રાચીન છે, એમ કહી શકાય. આ હસ્તપ્રતિ ઉપર પં. જુગલકિશોરજી મુન્નારે એક લેખ “આચાર્ય હેમચન્દ્રના યોગશાસ્ત્ર ઉપર એક પ્રાચીન દિગંબર ટીકા' નામથી લખ્યો છે. આ લેખ “શ્રમણમાં (વર્ષ ૧૮, અંક ૧૧) છપાયો છે. તેના આધારે આ
ટીકાનો પરિચય આપ્યો છે. ૩. ટીકામાં ‘ખાષ્ટશે” એટલો જ ઉલ્લેખ છે. કોઈ સંવતનો ઉલ્લેખ નથી, પરંતુ તે વિક્રમી તો હોઈ
શકે જ નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org