Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૨૫૯
યોગ અને અધ્યાત્મ
યોગવિષયક નીચે જણાવેલી કૃતિઓ પણ ઉલ્લેખનીય છે :
૧. યોગકલ્પદ્રુમ – ૪૧૫ શ્લોકપ્રમાણની અજ્ઞાતકર્તક આ કૃતિમાંથી એક ઉદ્ધરણ પત્તનસ્થ જૈન ભાંડાગારીય ગ્રન્થસૂચી (ભાગ ૧, પૃ. ૧૮૬)માં આપ્યું
૨. યોગતરંગિણી – આના ઉપર જિનદત્તસૂરિએ ટીકા લખી છે. ૩. યોગદીપિકા – આના કર્તા આશાધર છે. ૪. યોગભેદકાત્રિશિકા – આની રચના પરમાનન્ટ કરી છે. ૫. યોગમાર્ગ –આ સોમદેવની કૃતિ છે. ૬. યોગરત્નાકર – આ જયકીર્તિની રચના છે. ૭. યોગલક્ષણાત્રિશિકા – આના કર્તાનું નામ પરમાનન્દ છે. ૮. યોગવિવરણ – આ યાદવસૂરિની રચના છે.
૯. યોગસંગ્રહસાર – આના કર્તા જિનચન્દ્ર છે. આ નામની એક અજ્ઞાતકર્તક કૃતિનો ઉલ્લેખ પહેલાં કરી ગયા છીએ.
૧૦. યોગસંગ્રહસારપ્રક્રિયા અથવા અધ્યાત્મપદ્ધતિ – નન્દીગુરુની આ કૃતિમાંથી પત્તનસૂચીમાં (ભાગ ૧, પૃ. પ૬) ઉદ્ધરણો આપવામાં આવ્યાં છે.
૧૧. યોગસાર – આ ગુરુદાસની રચના છે.
૧૨. યોગાગ – ૪૫૦૦ શ્લોકપ્રમાણ આ ગ્રન્થના પ્રણેતા શાન્તરસ છે. તેમાં યોગનાં અંગોનું નિરૂપણ છે.
૧૩. યોગામૃત – આ વીરસેનની કૃતિ છે. અધ્યાત્મકલ્પદ્રુમ
આ પદ્યાત્મક કૃતિના પ્રણેતા “સહસ્રાવધાની' મુનિસુંદરસૂરિ છે. આ કૃતિ નીચે જણાવેલ સોળ અધિકારોમાં વિભક્ત છે :
૧. આ ગ્રન્થ ચારિત્રસંગ્રહમાં સન્ ૧૮૮૪માં પ્રકાશિત થયો હતો. આ જ ગ્રન્થ ધનવિજયગણીકૃત
અશિરોહિણી નામની ટીકાના આધારે યોજિત ટિપ્પણો અને જૈન પારિભાષિક શબ્દોના સ્પષ્ટીકરણાત્મક પરિશિષ્ટો સાથે સન્ ૧૯૦૬માં નિર્ણયસાગર મુદ્રણાલય તરફથી પ્રકાશિત થયો છે. તે પછી આ ભૂલ કૃતિ ધનવિજયગણીની ઉપર્યુક્ત ટીકા સાથે મનસુખભાઈ ભગુભાઈ તથા જમનાભાઈ ભગુભાઈએ વિ. સં. ૧૯૭૧માં છપાવી હતી. આ ટીકા, રત્નચન્દ્રગણીકૃત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org