Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
યોગ અને અધ્યાત્મ
૨૬ ૧
અધ્યાત્મરાસ
આ પદ્યમયી કૃતિ રંગવિલાસ રચી છે. તે પ્રકાશિત છે. અધ્યાત્મસાર
આ ન્યાયાચાર્ય યશોવિજયગણીની અધ્યાત્મવિષયક સંસ્કૃત રચના છે. તે સાત પ્રબન્ધોમાં વિભક્ત છે. આ પ્રબન્ધોમાં ક્રમશઃ ૪, ૩, ૪, ૩, ૩, ૨ અને ૨ એમ ૨૧ અધિકાર છે. આ કૃતિ ૧૩૦૦ શ્લોકપ્રમાણ છે. તેમાં કુલ ૯૪૯ પદ્ય છે.
વિષય – ૨૧ અધિકારોના વિષયો પ્રબન્ધાનુસાર અનુક્રમે આ પ્રમાણે છે :
પ્રબન્ધ ૧ – અધ્યાત્મશાસ્ત્રનું માહાત્મ, અધ્યાત્મનું સ્વરૂપ, દંભનો ત્યાગ અને ભવનું સ્વરૂપ.
પ્રબન્ધ ૨ – વૈરાગ્યનો સંભવ, તેના ભેદો અને વૈરાગ્યનો વિષય. પ્રબન્ધ ૩ – મમતાનો ત્યાગ, સમતા, સદનુદાન અને ચિત્તશુદ્ધિ. પ્રબન્ધ ૪ – સમ્યક્ત, મિથ્યાત્વનો ત્યાગ તથા અસગ્ગહ અથવા કદાગ્રહનો
ત્યાગ.
પ્રબન્ધ ૫ – યોગ, ધ્યાન અને ધ્યાન(સ્તુતિ). પ્રબન્ધ ૬ – આત્માનો નિશ્ચય. પ્રબન્ધ ૭ – જિનમતની સ્તુતિ, અનુભવ અને સજ્જનતા. પ્રથમ પ્રબન્ધના અધ્યાત્મસ્વરૂપ નામના બીજા અધિકારમાં એક
૧. આ કૃતિને જૈન શાસ્ત્રકથાસંગ્રહ (સન્ ૧૮૮૪માં પ્રકાશિત)ની બીજી આવૃત્તિમાં સ્થાન મળ્યું છે.
આ જ કૃતિ પ્રકરણરત્નાકર (ભાગ ૨)માં વીરવિજયના ટબા સાથે સન્ ૧૯૦૩માં પ્રકાશિત થઈ હતી. નરોત્તમ ભાણજીએ આ મૂલ કૃતિ ગંભીરવિજયગણીની ટીકા સાથે વિ.સં.૧૯૫૨માં છપાવી હતી. તેમણે મૂલ, ઉપર્યુક્ત ટીકા તથા મૂલના ગુજરાતી અનુવાદ સાથે સન્ ૧૯૧માં છપાવ્યાં હતાં. “જૈનધર્મ પ્રસારક સભા” તરફથી મૂલ કૃતિ ઉપર્યુક્ત ટીકા સાથે પ્રકાશિત કરવામાં આવી હતી. આ જ મૂલ કૃતિ અધ્યાત્મોપનિષદ્ અને જ્ઞાનસાર સાથે નગીનદાસ કરમચંદે અધ્યાત્મસાર-અધ્યાત્મોપનિષદ્ર-જ્ઞાનસાર-પ્રકરણત્રયી' નામથી વિ.સં. ૧૯૯૪માં પ્રકાશિત કરી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org