Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
પાંચમું પ્રકરણ અનગાર અને સાગારનો આચાર
પ્રશમરતિ
આ કૃતિ' તત્ત્વાર્થસૂત્ર વગેરેના કર્તા ઉમાસ્વાતિની છે, તેમાં ૩૧૩ શ્લોકો છે. સંક્ષિપ્ત, સુબોધક અને મનમોહક આ કૃતિ નીચે જણાવેલા બાવીસ અધિકારોમાં વિભક્ત છે :
૧. પીઠબન્ધ, ૨. કષાય, ૩. રાગ આદિ, ૪. આઠ કર્મ, ૫-૬. કરણાર્થ, ૭. આઠ મદસ્થાન, ૮. આચાર, ૯. ભાવના, ૧૦. ધર્મ, ૧૧. કથા, ૧૨. જીવ, ૧૩. ઉપયોગ, ૧૪. ભાવ, ૧૫. ષવિધ દ્રવ્ય, ૧૬. ચરણ, ૧૭. શીલાંક, ૧૮. ધ્યાન, ૧૯. ક્ષપકશ્રેણી, ૨૦. સમુદ્લાત, ૨૧. યોગનિરોધ અને ૨૨. શિવગમનવિધાન અને ફલ.
તેના ૧૩૫મા શ્લોકમાં મુનિઓના વસ્ત્ર અને પાત્રના વિશે નિરૂપણ છે. તેમાં જીવ વગેરે નવ તત્ત્વોનું નિરૂપણ પણ આવે છે.
પ્રસ્તુત કૃતિ તત્ત્વાર્થસૂત્રના કર્તાની જ છે એમ સિદ્ધસેનગણી અને હરિભદ્રસૂરિએ કહ્યું છે.
૧.
આ મૂલ કૃતિ તત્ત્વાર્થસૂત્ર ઈત્યાદિ સાથે ‘બિબ્લિઓથિકા ઈણ્ડિકા'માં સન્ ૧૯૦૪માં તથા એક અજ્ઞાતકર્તૃક ટીકા સાથે જૈનધર્મ પ્રસારક સભા તરફથી વિ.સં.૧૯૬૬માં પ્રકાશિત કરવામાં આવી છે. એક અન્ય અજ્ઞાતકર્તૃક ટીકા અને એ. બેલિની (A.Ballini)ના ઈટાલિયન અનુવાદ સાથે પ્રસ્તુત કૃતિ Journal of the Italian Asiatic Society (Vol.XXV & XXIX)માં છપાઈ છે. દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્વાર સંસ્થાએ હારિભદ્રીય વૃત્તિ અને અજ્ઞાતકર્તૃક અવચૂર્ણિ સાથે આ કૃતિ વિ.સં.૧૯૯૬માં પ્રકાશિત કરી છે. કર્પૂરવિજયજીકૃત ગુજરાતી અનુવાદ વગેરે સાથે પ્રસ્તુત કૃતિ જૈન ધર્મ પ્રસારક સભાએ વિ.સં.૧૯૮૮માં છાપી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org