Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૨૭૨
ટીકા – તેના ઉપર હરિભદ્રસૂરિએ પોતે ‘દિફપ્રદા' નામની સંસ્કૃત ટીકા લખી છે. તેમાં જીવની નિત્યાનિત્યતા અને સંસારમોચક મત વગેરે કેટલાક ચર્ચાસ્પદ વિષયોનું નિરૂપણ છે.' રત્નકરંડક શ્રાવકાચાર
આને “ઉપાસકાધ્યયન' પણ કહે છે. તે સાત પરિચ્છેદોમાં વિભક્ત છે. કેટલાક વિદ્વાનો તેને આપ્તમીમાંસા વગેરેના કર્તા સમન્તભદ્રની કૃતિ માને છે. પ્રભાચન્દ્રની જે ટીકા છપાઈ છે તેમાં તો આખી કૃતિ પાંચ જ પરિચ્છેદોમાં વિભાજિત કરવામાં આવી છે. તેમની પદ્યસંખ્યા ક્રમશઃ ૪૧, ૫, ૪૪, ૩૧ અને ૨૯ છે. આમ તેમાં કુલ ૧૫૦ પડ્યો છે.
પ્રથમ પરિચ્છેદમાં સમ્યગ્દર્શનનું સ્વરૂપ દર્શાવ્યું છે. તેમાં આમ, સુદેવ, આઠ મદ, સમ્યત્વના નિઃશંકિત આદિ આઠ અંગ વગેરેની માહિતી આપવામાં આવી છે. બીજા પરિચ્છેદમાં સમ્યજ્ઞાનનું લક્ષણ આપીને પ્રથમાનુયોગ, કરણાનુયોગ, ચરણાનુયોગ અને દ્રવ્યાનુયોગનું સંક્ષિપ્ત સ્વરૂપ જણાવ્યું છે. ત્રીજા પરિચ્છેદમાં સકલ અને વિકલ એ ચારિત્રના બે પ્રકાર દર્શાવી વિકલ ચારિત્રના બાર ભેદ અર્થાત્ શ્રાવકના બાર વ્રતોનો નિર્દેશ કરીને પાંચ અણુવ્રત અને તેમના અતિચારોનું વર્ણન કર્યું છે. ચોથા પરિચ્છેદમાં આ જ રીતે ત્રણ ગુણવ્રતોનું, પાંચમામાં ચાર શિક્ષાવ્રતોનું, છઠ્ઠામાં સંલેખના (સમાધિમરણ)નું અને સાતમામાં શ્રાવકની અગીઆર પ્રતિમાઓનું નિરૂપણ છે.
૧. મૂલ કૃતિનો કોઈએ ગુજરાતી અનુવાદ કર્યો છે. આ અનુવાદ “જ્ઞાન પ્રસારક મંડલ' મુંબઈએ
પ્રકાશિત કર્યો છે. તેની પ્રસ્તાવનામાં કહ્યું છે કે મૂલમાં ૪૦૫ ગાથાઓ છે, પરંતુ ૩૨મી અને પરમી ગાથા પછીની એક એક ગાથા ટીકાકારની છે. તેથી ૪૦૩ ગાથાઓ મૂલની છે એમ મનાય અને અનુવાદ પણ તેટલી જ ગાથાઓનો આપવામાં આવ્યો છે. આ કૃતિ પ્રભાચન્દ્રની ટીકા તથા પ. જુગલકિશોર મુક્ષારની વિસ્તૃત હિંદી પ્રસ્તાવનાની સાથે માણિકચન્દ્ર દિગમ્બર જૈન ગ્રન્થમાલામાં વિ.સં.૧૯૮૨માં પ્રકાશિત થઈ છે. તે પહેલાં હિન્દી અને અંગ્રેજી અનુવાદ સાથે મૂલ કૃતિ શ્રી ચપતરાય જૈને સન્ ૧૯૧૭માં છપાવી હતી. કોઈએ મૂલનો મરાઠી અનુવાદ પણ છપાવ્યો છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org