Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
વિધિ-વિધાન, કલા, મંત્ર, તંત્ર, પર્વ અને તીર્થ
૩૧૫ જય અને વિજય જાતિના નાગ દેવકુલના આશીવિષવાળા હોય છે અને જમીન ઉપર ન રહેતા હોવાથી તેમના વિશે આટલું જ કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત તેમાં નાગની ફેણ, ગતિ અને દૃષ્ટિના સ્તંભન વિશે તથા નાગને ઘડામાં કેવી રીતે ઉતારવો એના વિશે પણ માહિતી આપી છે.
ટીકા – આના ઉપર બંધુએણે લખેલું એક વિવરણ સંસ્કૃતમાં છે. તેનો પ્રારંભ એક શ્લોકથી થાય છે, બાકીનો આખો ગ્રન્થ ગદ્યમાં છે. તેમાં કોઈ કોઈ મંત્ર તથા મન્ત્રોદ્ધાર પણ આવે છે. અદ્ભુતપદ્માવતીકલ્પ
આ શ્વેતાંબર યશોભદ્રના ચન્દ્ર નામના શિષ્યની રચના છે. તેમાં કેટલા અધિકાર છે એ નિશ્ચિતપણે કહી શકાતું નથી, પરંતુ મુદ્રિત પુસ્તક અનુસાર તેમાં ઓછામાં ઓછા છ પ્રકરણ છે. તેમાંથી પ્રથમ બે અનુપલબ્ધ છે. સરલીકરણ નામના ત્રીજા પ્રકરણમાં સત્તર પદ્ય છે. દેવીઅર્ચનના ક્રમ અને યંત્ર ઉપર પ્રકાશ પાડનારા ચોથા પ્રકરણમાં સડસઠ પદ્ય છે. “પાત્રવિધિલક્ષણ' નામના પાંચમા પ્રકરણમાં સત્તર પદ્ય છે. તેમાંથી પંદરમું પદ્ય ત્રુટિત છે. તેની પછી ગદ્ય આવે છે, જેનો કેટલોક ભાગ ગુજરાતીમાં પણ છે. “દોષલક્ષણ' નામના છઠ્ઠા પ્રકરણમાં અઢાર પદ્ય છે. તેના પંદરમા પદ્ય પછી બંધમંત્ર, માલામંત્ર વગેરે વિષયક ગદ્યાત્મક ભાગ આવે છે. સોળમા પદ્ય પછી પણ એક ગદ્યાત્મક મત્ર છે. રક્તપદ્માવતી
આ એક અજ્ઞાતકર્તક રચના છે. તેના પ્રકાશિત પુસ્તકમાં આ નામ દેખાતું નથી. તેમાં રક્તપદ્માવતીના પૂજનની વિધિ છે. બટુકોણપૂજા, પર્કોણાન્તરાલકર્ણિકામધ્ય-ભૂમિપૂજા, પદ્માષ્ટપત્રપૂજા, પદ્માવતી દેવીના દ્વિતીય ચિકનું વિધાન અને પદ્માવતીનું આહ્વાનસ્તવ - આવા વિવિધ વિષયો તેમાં આવે છે.
૧. આ કૃતિના પ્રકરણ ૩થી ૬ શ્રી સારાભાઈ મણિલાલ નવાબે જે ભૈરવપદ્માવતીકલ્પ સન ૧૯૩૭માં
પ્રકાશિત કર્યો છે તેના પ્રથમ પરિશિષ્ટરૂપે (પૃ.૧-૧૪) આપ્યાં છે. ૨. આ નામે આ કૃતિ ઉપર્યુક્ત ભૈરવપદ્માવતીકલ્પના ત્રીજા પરિશિષ્ટ રૂપે (પૃ.૧૮-૨૦) છપાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org