Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૩૧૮
કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ ૧. દીપાલિકાકલ્પ
આ પઘાત્મક કૃતિની રચના વિનયચન્દ્રસૂરિએ ર૭૮ પદ્યોમાં કરી છે. તે રત્નસિંહસૂરિના શિષ્ય હતા. તેમણે વિ.સં.૧૩૨૫માં કલ્પનિરુક્તની રચના કરી છે. પ્રસ્તુત કૃતિનો આરંભ મહાવીર સ્વામી અને શ્રુતદેવતાના સ્મરણ સાથે કરવામાં આવ્યો છે. તેમાં મૌર્ય વંશના ચંદ્રગુપ્તના પુત્ર બિંદુસાર, તેના પુત્ર અશોકશ્રી, અશોકના પુત્ર કુણાલ (અવન્તિનાથ) અને કુણાલના પુત્ર સંપ્રતિ – આ રીતે સંપ્રતિના પૂર્વજો વિશે ઉલ્લેખ છે. આર્ય સુહસ્તિસૂરિ જીવસ્વામીની પ્રતિમાના વંદન માટે ઉજ્જયિનીમાં આવ્યા હતા. એક વાર રથયાત્રામાં તેમને જોઈને સંપ્રતિને જાતિસ્મરણ જ્ઞાન થયું. સંપ્રતિએ સૂરિને રાજય ગ્રહણ કરવાની પ્રાર્થના કરી. સૂરિએ ઈન્કાર કરીને તેને ધર્મારાધન કરવા કહ્યું. ત્યારે સંપ્રતિએ દીપાલિકા પર્વની ઉત્પત્તિ કેવી રીતે થઈ, એ અંગે પૂછ્યું. એટલે સૂરિએ મહાવીરસ્વામીના ચ્યવનથી નિર્વાણ સુધીનું વૃત્તાન્ત કહ્યું. તેના અંતે પુણ્યપાલ પોતે જોયેલાં આઠ સ્વપ્રોનું ફળ પૂછે છે અને મહાવીર સ્વામીએ એનું જે ફળકથન કર્યું તેનો નિર્દેશ છે. ત્યાર પછી ગૌતમસ્વામીના ભાવી જીવન વિશે પૂછવામાં આવતાં તેના ઉત્તરરૂપે કેટલીય વાતો કહીને કલ્કી રાજાના ચરિત્રનો અને તેના પુત્ર દત્તની કથાનો ઉલ્લેખ છે. ત્યાર બાદ પાંચમા આરાના અંતિમ ભાગનું અને છઠ્ઠા આરાના આદિનું વર્ણન કરવામાં આવ્યું છે. ભાવઉદ્યોતરૂપ મહાવીરસ્વામીનું નિર્વાણ થતાં અઢાર રાજાઓએ દ્રવ્યોદ્યોત ર્યો અને તે દીપાવલિકા પર્વના નામથી પ્રસિદ્ધ થયો, એમ કહ્યું છે. નન્દિવર્ધનનો શોક દૂર કરવા માટે તેમની બેન સુદર્શનાએ તેમને બીજના દિવસે ભોજન કરાવ્યું હતું, એ ઉપરથી ભ્રાતૃદ્વિતીયા (ભાઈબીજ)નો ઉદ્ભવ થયો. આ સાંભળી
૧. આ કૃતિ છાણીથી ‘લબ્ધિસૂરીશ્વર જૈન ગ્રન્થમાલાના ૧૪મા મણિરૂપે સન્ ૧૯૪પમાં પ્રકાશિત
થઈ છે. તેમાં કલ્કીની જન્મકુંડળી નીચે મુજબ આપવામાં આવી છે.
૧૧
૧૨
૧૦ ગુ.
,
(
૧ બુ. સુ.શુ.
જ
રા. ૨
૪ ચં.
૩
શ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org