Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
વિધિ-વિધાન, કલા, મંત્ર, તંત્ર, પર્વ અને તીર્થ
૩૧૭ સરસ્વતી કલ્પ
આ નામની એક એક કૃતિ અહદાસ અને વિજયકીર્તિએ લખી છે. સિદ્ધયંત્રચક્રોદ્ધાર
આ વિ.સં.૧૪૨૮માં રત્નશેખરસૂરિવિરચિત સિરિવાલકતામાંથી ઉદ્ધત કરેલો ભાગ છે. તેમાં સિરિવાલકહાની ૧૯૬થી ૨૦૫ અર્થાત્ ૧૦ ગાથાઓ છે. તેનું મૂળ “
વિક્લપ્પવાય” નામનું દસમું પૂર્વ છે. ઉપર્યુક્ત રત્નશેખરસૂરિ વજસેનસૂરિ યા હેમતિલકસૂરિ યા બંનેના શિષ્ય હતા.
ટીકા – આના ઉપર ચન્દ્રકીર્તિએ એક ટીકા લખી છે. સિદ્ધચક્રયત્નોદ્ધાર-પૂજનવિધિ
આનો પ્રારંભ ૨૪ પદ્યોની “વિધિચતુર્વિશતિકા'થી કરવામાં આવ્યો છે. મુદ્રિત પુસ્તિકામાં પ્રારંભના સાડા તેર પદ્યો નથી, કારણ કે આ પુસ્તક જે હસ્તલિખિત પોથી ઉપરથી તૈયાર કરવામાં આવ્યું છે તેમાં પ્રથમ પત્ર ન હતું.
આ પહેલી ચોવીસી પછી “સિદ્ધચક્રતપોવિધાનોઘાપન' નામની ચોવીસ પદ્યોની આ બીજી ચતુર્વિશતિકા છે. તેના પછી “સિદ્ધચક્રારાધનફલ' નામની ત્રીજી ચતુર્વિશતિકા છે. આ ત્રણે ચતુર્વિશતિકાઓ સંસ્કૃતમાં છે.
આ ત્રણે ચતુર્વિશતિકાઓ ઉપરાંત તેમાં સિદ્ધચક્રની પૂજનવિધિ પણ આપવામાં આવી છે. તેના પછી નવ શ્લોકોનું સંસ્કૃતમાં સિદ્ધચક્ર સ્તોત્ર છે. આ જ રીતે તેમાં આઠ શ્લોકોનું વજપંજરસ્તોત્રા, આઠ શ્લોકોનું લબ્ધિપદગતિમહર્ષિસ્તોત્ર, ક્ષીરાદિ સ્નાત્રવિષયક સંસ્કૃત શ્લોક, જલપૂજા આદિ આઠ પ્રકારની પૂજાના સંસ્કૃત શ્લોક, ચૌદ શ્લોકોની સંસ્કૃતમાં “સિદ્ધચક્રવિધિ અને પંદર પદ્યોનું જૈન મહારાષ્ટ્રમાં વિરચિત “સિદ્ધચક્કપ્રભાવથોત્ત' તથા પેથાસ્થાન દિકયક્ષિણીના પૂજનના વિશે ઉલ્લેખ છે.
૧. આ કૃતિ “નેમિ-અમૃત-ખાન્તિ-નિરંજન-ગ્રન્થમાલામાં અમદાવાદથી વિ.સં. ૨૦૦૮માં
“સિદ્ધચક્રમહાયંત્રની સાથે પ્રકાશિત થઈ છે. ૨. મુદ્રિત કૃતિમાં આને “સિદ્ધચક્ર સ્વરૂપસ્તવન' કહ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org