Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૩૧૬
કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ ૧. જવાલિનીકલ્પ
આની રચના ભૈરવપદ્માવતીકલ્પ વગેરેના કર્તા મલ્લિષેણે કરી છે. ૨. જવાલિનીકલ્પ
આ નામની બીજી ત્રણ કૃતિઓ છે. તેમાંથી એકના કર્તાનું નામ જ્ઞાત નથી. બીજી બેના કર્તા યલ્લાચાર્ય (એલાચાર્ય) અને ઈન્દ્રનન્દી છે. આ બંને સંભવતઃ એક જ વ્યક્તિ છે, એમ જિનરત્નકોશ (વિ.૧, પૃ. ૧૫૧)માં કહ્યું છે. ઈન્દ્રનન્દીની કૃતિને જવાલા-માલિનીકલ્પ, જવાલિનીમત અને જવાલિનીમતવાદ પણ કહે છે. ૫૦૦ શ્લોકપ્રમાણવાળી આ કૃતિની રચના તેમણે શકસંવત ૮૬૧માં માનખેડમાં કૃષ્ણરાજના રાજ્યકાળમાં કરી છે. તેના માટે તેમણે એલાચાર્યની કૃતિનો આધાર લીધો છે. આ ઈન્દ્રનન્દી બપ્પનન્દીના શિષ્ય હતા. કામ ચાંડાલિનીકલ્પ
આ પણ ઉપર્યુક્ત મલ્લેિષણની પાંચ અધિકારોમાં વિભક્ત રચના છે. ભારતીકલ્પ અથવા સરસ્વતીકલ્પ
આ ભૈરવપદ્માવતીકલ્પ વગેરેના કર્તા મલ્લિષણની કૃતિ છે. તેના પ્રથમ શ્લોકમાં “સરસ્વતીકલ્પ” કહેવાની પ્રતિજ્ઞા કરી છે, જ્યારે ત્રીજામાં ભારતીકલ્પની રચના કરવામાં આવે છે એમ કહ્યું છે. ૭૮મા શ્લોકમાં “ભારતીકલ્પ' જિનસેનના પુત્ર મલ્લિષેણે રચ્યો છે, એવો ઉલ્લેખ છે.
બીજા શ્લોકમાં વાણીનું વર્ણન કરતાં તેને ત્રણ નેત્રવાળી કહી છે. ચોથા શ્લોકમાં સાધકનાં લક્ષણો આપ્યાં છે. શ્લોક ૫-૭માં સકલીકરણનું નિરૂપણ આવે છે. આ કલ્પમાં ૭૮ શ્લોક તથા કેટલોક ગદ્યાશ છે. તેમાં પૂજાવિધિ, શાન્તિકયંત્ર, વશ્યાયંત્ર, રંજિકાદ્વાદશમંત્રોદ્ધાર, સૌભાગ્યરક્ષા, આજ્ઞાક્રમ અને ભૂમિશુદ્ધિ વગેરે વિશેના મંત્રો છે.
૧. આના વિષયો વગેરે માટે જુઓ “અનેકાન્ત' વર્ષ ૧, પૃ. ૪૩૦ તથા ૫૫૫ ૨. આ કૃતિ “સરસ્વતીમંત્રકલ્પ' નામથી શ્રી સારાભાઈ નવાબ દ્વારા પ્રકાશિત ભૈરવપદ્માવતીકલ્પના
૧૧મા પરિશિષ્ટરૂપે (પૃ.૬૧-૬૮) છપાઈ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org