Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૩૧૪
કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ ગણતરી કરવી જોઈએ એ પણ આમાં કહેવામાં આવ્યું છે. મૃત્યુ, જય, પરાજય અને ગર્ભિણીને થનાર પ્રસવ વિશે પણ કેટલીય વાતો કહી છે.
નવમા અધિકારમાં મનુષ્યોને વશ કરવા માટે ક્યા કયા ઔષધોનો ઉપયોગ કરી તિલક કેવી રીતે તૈયાર કરવું, સ્ત્રીને વશ કરવાનું ચૂર્ણિ, તેને મોહિત કરવાનો ઉપાય, રાજાને વશ કરવા માટે કાજળ કેવી રીતે તૈયાર કરવું, કઈ ઔષધિ ખવડાવવાથી ખાનારો પિશાચની જેમ વર્તે, અદશ્ય થવાની વિધિ, વીર્યસ્તંભન અને તુલાતંભનના ઉપાય, સ્ત્રીમાં દ્રાવ ઉત્પન્ન કરવાની વિધિ, વસ્તુના ક્રયવિક્રમ માટે શું કરવું તથા રજસ્વલા અને ગર્ભધારણથી મુક્તિ પ્રાપ્ત કરવા માટે કઈ ઔષધિઓ લેવી જોઈએ – આમ વિવિધ વાતો બતાવી છે.
દસમા અધિકારમાં નીચે જણાવેલી આઠ બાબતોના વર્ણનની પ્રતિજ્ઞા કરવામાં આવી છે અને તેનો નિર્વાહ પણ કરવામાં આવ્યો છે.
૧. સાપ કરડ્યો હોય તે વ્યક્તિને કેવી રીતે ઓળખવી. (સંગ્રહ) ૨. શરીર ઉપર મંત્રના અક્ષરો કેવી રીતે લખવા. (અંગન્યાસ) ૩. સાપ કરડ્યો હોય તે વ્યક્તિનું કેવી રીતે રક્ષણ કરવું. (રક્ષાવિધાન) ૪. દેશનો આવેગ કેવી રીતે રોકવો. (સ્તંભનવિધાન) ૫. શરીરમાં ચડતા ઝેરને કેવી રીતે રોકવું. (સ્તંભનવિધાન) ૬. ઝેર કેવી રીતે ઉતારવું. (વિષાપહાર) ૭. કપડા વગેરે આચ્છાદિત કરવાનું કૌતુક. (સચોઘ) ૮. ખડીથી આલેખેલ સાપના દાંત વડે કરડાવવું. (ખટિકાસપેકૌતુકવિધાન).
આ અધિકારમાં “ભેરંડવિદ્યા” તથા “નાગાકર્ષણ' મંત્રનો ઉલ્લેખ છે. તે ઉપરાંત આ અધિકારમાં આઠ પ્રકારના ના વિશે નીચે પ્રમાણે માહિતી આપી
નામ : અનન્ત વાસુકિ તક્ષક કુલ : બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય વર્ણ : સ્ફટિક રક્ત પીત વિષ : અગ્નિ પૃથ્વી વાયુ
કર્કોટક પવા મહાપદ્મ શંખપાલ કલિક શૂદ્ર શૂદ્ર વૈશ્ય ક્ષત્રિય બ્રાહ્મણ શ્યામ શ્યામ પીત રક્ત સ્ફટિક સમુદ્ર સમુદ્ર વાયુ પૃથ્વી અગ્નિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org