Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
વિધિ-વિધાન, કલા, મંત્ર, તંત્ર, પર્વ અને તીર્થ
૩૧૩
આહ્વાહન, સ્થાપના, સન્નિધિ, પૂજન અને વિસર્જન આ પાંચ ઉપચારોના વિષયમાં તથા મન્ત્રોદ્ધાર, પદ્માવતી અને પાર્શ્વયક્ષના જપ અને હોમ તથા ચિન્તામણિ યંત્રના વિષયમાં માહિતી આપવામાં આવી છે.
ચોથા અધિકારના પ્રારંભમાં ‘ક્લીં' રંજિકાયંત્ર કેવી રીતે બનાવવું એ સમજાવ્યું છે. તે પછી રંજિકાયંત્રના હીં, હૈં, ય, યઃ, હ, ટ્, મ, ઈ, ક્ષવષર્, લ અને શ્રીં આ અગીઆર ભેદોનું વર્ણન આવે છે. આ બાર મંત્રોમાંથી અનુક્રમે એક એક યંત્ર સ્ત્રીને મોહમુગ્ધ બનાવનાર, સ્ત્રીને આકર્ષિત કરનાર, શત્રુનો પ્રતિષેધ કરનાર, પરસ્પર વિદ્વેષ કરનાર, શત્રુના કુળનું ઉચ્ચાટન કરનાર, શત્રુને પૃથ્વી પર કાગડાની જેમ ઘુમાવનાર, શત્રુનો નિગ્રહ કરનાર, સ્ત્રીને વશ કરનાર, સ્ત્રીને સૌભાગ્ય દેનાર, ક્રોધાદિનું સ્તમ્ભન કરનાર અને ગ્રહ આદિથી રક્ષણ કરનાર છે. આમાં કાગડા વિશે અને મૃત પ્રાણીના હાડકાની કલમ વિશે . પણ ઉલ્લેખ છે.
પાંચમા અધિકારમાં પોતાનાં ઈષ્ટ, વાણી, દિવ્ય અગ્નિ, જલ, તુલા, સર્પ, પક્ષી, ક્રોધ, ગતિ, સેના, જીભ અને શત્રુના સ્તમ્ભનનું નિરૂપણ છે. આ ઉપરાંત તેમાં ‘વાર્તાલી' મંત્ર તથા કોરંટક વૃક્ષની લેખણનો ઉલ્લેખ છે.
છઠ્ઠા અધિકારમાં ઈષ્ટ સ્ત્રીને આકર્ષવાના વિવિધ ઉપાયો બતાવ્યા છે.
સાતમા અધિકારમાં દાહવરની શાન્તિનો, મંત્રની સાધનાનો, ત્રણે લોકના પ્રાણીઓને વશ કરવાનો, મનુષ્યને ક્ષુબ્ધ કરવાનો, ચોર, શત્રુ અને હિંસક પ્રાણીઓથી નિર્ભય બનવાનો, લોકોને અસમય નિદ્રાધીન કરવાનો, વિધવાઓને ક્ષુબ્ધ કરવાનો, કામદેવ જેવા બનવાનો, સ્ત્રીને આકર્ષવાનો અને ઉષ્ણ જ્વરનો નાશ કરવાનો ઉપાય બતાવ્યો છે; વળી, વયક્ષિણીને વશ કરવાના ઉપાયો બતાવ્યા છે. તેમાં હોમની વિધિ પણ બતાવી છે અને તેનાથી ભાઈ-ભાઈમાં વૈરભાવ અને શત્રુનું મરણ કેવી રીતે થાય તેની રીત પણ સૂચવવામાં આવી છે.
આઠમા અધિકારમાં ‘દર્પણનિમિત્ત’ મંત્ર તથા ‘કર્ણપિશાચિની' મંત્રને સિદ્ધ કરવાની વિધિ દર્શાવી છે. તે ઉપરાંત અંગુષ્ઠમિત્ત અને દીપનિમિત્ત તથા સુન્દરી નામની દેવીને સિદ્ધ કરવાની વિધિ પણ દર્શાવી છે. સાર્વભૌમ રાજા, પર્વત, નદી, ગ્રહ ઈત્યાદિના નામથી શુભ-અશુભ લકથન માટે કેવી રીતે
૧. આની સાથે સંબદ્ધ રંજિકાયંત્રનું ૨૨મું પઘ સારાભાઈ મ. નવાબ દ્વારા સંપાદિત આવૃત્તિમાં નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org