Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
અનગાર અને સાગારનો આચાર
૨૯૧
શ્રાદ્ધવિધિવૃત્તિનો ઉલ્લેખ શ્રાદ્ધપ્રતિક્રમણવૃત્તિમાં અને આચારપ્રદીપનો ઉલ્લેખ શ્રાદ્ધવિધિવૃત્તિમાં આવે છે. તેનું કારણ આચારપ્રદીપના ઉપોદ્ઘાતમાં એવું આપ્યું છે કે વિષય પહેલેથી નિશ્ચિત કર્યા હશે અને ગ્રન્થરચના પછી થઈ હશે, પરંતુ મને તો એવું લાગે છે કે ગ્રન્થ લખ્યા પછી કાલાન્તરે તેમાં અભિવૃદ્ધિ કરવામાં આવી હશે અને તેને પરિણામે આ સ્થિતિ પેદા થઈ હશે.
પ્રસ્તુત કૃતિ પાંચ પ્રકાશોમાં વિભક્ત છે. તે પ્રકાશોમાં ક્રમશઃ જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર એમ આચારના આ પાંચ ભેદોનું, પ્રત્યેક ભેદના ઉપભેદો સાથે નિરૂપણ કરવામાં આવ્યું છે. સાથે સાથે તેમાં વિવિધ કથાનક તથા સંસ્કૃત અને પ્રાકૃત ઉદ્ધરણો આપવામાં આવ્યાં છે. અંતે પંદર શ્લોકોની પ્રશસ્તિ છે. તેના પ્રથમ પ્રકાશનો ગુજરાતી અનુવાદ રામચન્દ્ર દીનાનાથ શાસ્ત્રીએ કર્યો છે અને તે છપાયો પણ છે.
ચારિત્રસાર
અજિતસેનના શિષ્ય આની રચના કરી છે.
ચારિત્રસાર કિંવા ભાવનાસારસંગ્રહ
3
૧૭૦૦ શ્લોકપ્રમાણની આ કૃતિ ચામુંડરાજ અપર નામ રણરંગસિંહે લખી છે. તે જિનસેનના શિષ્ય હતા.
૧.
આ વિષય નિશીથના ભાષ્ય અને ચૂર્ણિમાં તથા દશવૈકાલિકની નિયુક્તિમાં આવે છે. ૨. પૃથ્વીપાલ નૃપના કથાનકમાં સમસ્યાઓ તથા ગણિતનાં ઉદ્ધરણો આપવામાં આવ્યાં છે. લેખકે તેમના વિશે ‘રાજકન્યાઓની પરીક્ષા' અને ‘રાજકન્યાઓની ગણિતની પરીક્ષા' આ બે લેખોમાં વિચાર કર્યો છે. પહેલો લેખ ‘જૈનધર્મપ્રકાશ’ (પુ. ૭૫, અંક ૨-૩-૪)માં છપાયો છે. ગણિતના વિષયમાં અંગ્રેજીમાં પણ લેખકે એક લેખ લખ્યો છે, તે Annals of Bhandarkar Oriental Research Institute (Vol.XVIII)માં છપાયો છે.
૩.
આ કૃતિ મણિકચંદ્ર દિગંબર જૈન ગ્રન્થમાલામાં વીર સંવત્ ૨૪૪૩માં પ્રકાશિત થઈ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org