Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૨૯૨
ગુરુપારતંતથોત્ત (ગુરુપારતન્ત્યસ્તોત્ર)
અપભ્રંશના ૨૧ પદ્યોમાં રચાયેલી આ કૃતિના કર્તા જિનદત્તસૂરિ છે. તેને સુગુરુપારતંત્ર્યસ્તોત્ર, સ્મરણા અને મયરહિયથોત્ત પણ કહે છે. તેમાં કેટલાક મુનિવરોનું ગુણકીર્તન છે. ઉદાહરણાર્થ, સુધર્મસ્વામી, દેવસૂરિ, નેમિચન્દ્રસૂરિ, ઉદ્યોતનસૂરિ વગેરે.
કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ
ટીકાઓ જયસાગરગણીએ વિ.સં.૧૩૫૮માં તેના ઉપર એક ટીકા લખી છે. તે ઉપરાંત ધર્મતિલકે, સમયસુન્દરગણીએ તથા બીજા કોઈએ પણ એક એક ટીકા લખી છે. સમયસુંદરગણીની ટીકા ‘સુખાવબોધા' પ્રકાશિત પણ થઈ ગઈ છે.
ધર્મલાભસિદ્ધિ
-
ગણહરસદ્ધયગ
આ કૃતિ હરિભદ્રસૂરિની રચના છે એવો (ગણધરસાર્ધશતક)ની સુમતિકૃત ટીકામાં ઉલ્લેખ છે. આ કૃતિ અત્યાર સુધી અનુપલબ્ધ છે.
૧. આ સ્તોત્ર સંસ્કૃત છાયા સાથે ‘અપભ્રંશકાવ્યત્રયી'માં એક પરિશિષ્ટ રૂપે સન્ ૧૯૨૭માં છપાયું છે. તે ઉપરાંત સમયસુન્દરગણીની સુખાવબોધા નામની ટીકા સાથે સપ્તસ્મરણસ્તવમાં ‘જિનદત્તસૂરિ જ્ઞાન ભંડાર’એ સન્ ૧૯૪૨માં છપાવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org