Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૩૧૦
કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ ૧. વર્ધમાનવિદ્યાકલ્પ
અનેક અધિકારોમાં વિભક્ત આ કૃતિ યશોદેવસૂરિના શિષ્ય વિબુધચન્દ્રના શિષ્ય અને ગણિતતિલકના વૃત્તિકાર સિંહતિલકસૂરિએ લખી છે. તેના પ્રારંભના ત્રણ અધિકારોમાં અનુક્રમે ૮૯, ૭૭ અને ૩૬ પદ્ય છે. ૨. વર્ધમાનવિદ્યાકલ્પ
આ નામની એક કૃતિ યશોદેવે તથા બીજા કોઈએ પણ લખી છે. મંત્રરાજરહસ્ય
૮૦ શ્લોકપ્રમાણ આ કૃતિ ઉપર્યુક્ત સિંહતિલકસૂરિએ “ગુણ-ત્રય-ત્રયોદશ” અર્થાત્ વિ.સં.૧૩૩૩માં લખી છે.
ટીકા – આના ઉપર સ્વયં કર્તાએ લીલાવતી નામની વૃત્તિ લખી છે. વિદ્યાનુશાસન
આ જિનસેનના શિષ્ય મલ્લેિષણની કૃતિ છે. તે ચોવીસ પ્રકરણોમાં વિભક્ત છે. તેમાં ૫૦૦૦ મંત્ર છે. વિદ્યાનુવાદ
આ વિવિધ યંત્ર, મંત્ર અને તંત્રની સંગ્રહાત્મક કૃતિ છે. આ સંગ્રહ સુકુમારસેન નામના કોઈ મુનિએ કર્યો છે. તેમાં “
વિજાણવાય' પૂર્વમાંથી અવતરણો આપવામાં આવ્યાં છે. આ સંગ્રહમાં કહ્યું છે કે ઋષભ આદિ ચોવીસ તીર્થકરોની એક એક શાસનદેવીના સંબંધમાં એક એક કલ્પની રચના કરવામાં આવી હતી. સુકુમારસેને અંબિકાકલ્પ, ચક્રેશ્વરીકલ્પ, જવાલામાલિનીકલ્પ અને ભૈરવપદ્માવતીકલ્પ આ ચાર કલ્પો દેખ્યા હતા.
૧. આ કૃતિ સિંહતિલકસૂરિની જ વૃત્તિ સાથે સંપાદિત થઈને ગાયકવાડ ઓરિએન્ટલ સિરિઝમાં સનું
૧૯૩૭માં પ્રકાશિત થઈ છે. ૨. જુઓ “અનેકાન્ત' વર્ષ ૧, પૃ.૪૨૯ ૩. આની કેટલીય પ્રતો અજમેર અને જયપુરના ભંડારોમાં છે, એવું પં. ચન્દ્રશેખર શાસ્ત્રીએ • “ભૈરવપદ્માવતીકલ્પ'ની પ્રસ્તાવનામાં (પૃ.૭) કહ્યું છે. ૪. આ પરિચય ઉપર્યુક્ત પ્રસ્તાવના (પૃ.૮)ના આધારે આપ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org