Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
વિધિ-વિધાન, કલા, મંત્ર, તંત્ર, પર્વ અને તીર્થ
૩૦૯
ભૂમિશુદ્ધિ, સકલીકરણ, વજસ્વામીચરિત અને ત્રીજી પીઠમાં સૂચિત વર્ધમાનવિદ્યાકલ્પની દેવતાવસરવિધિ, વર્ધમાનવિદ્યાસમ્પ્રદાય, દ્વિતીય અને તૃતીયા વર્ધમાનવિદ્યા, વર્ધમાનયંત્ર, મંત્રની શુદ્ધિ, પ્રાકસેવા, બૃહત્ વર્ધમાનવિદ્યા અને ગૌતમવાક્ય – આ રીતે વિવિધ વાતો કહેવામાં આવી છે. આ ઉપરાંત આ કૃતિમાં કેટલીક મુદ્રાઓનો પણ ઉલ્લેખ છે.' બૃહત્ હ્રીંકારકલ્પ
“ડ્રીંકારણ વિના યત્રથી આ મૂળ કૃતિનો આરંભ થાય છે, એવું લાગે છે. જો એમ ન હોય તો જિનપ્રભસૂરિ દ્વારા રચિત વિવરણના ગદ્યાત્મક ભાગની પછીનું આ આદ્ય પદ્ય છે. પ્રારંભમાં આ પ્રકારનો મંત્ર આપ્યો છે - “ॐ ह्रीं ऐं त्रैलोक्यमोहिनी चामुण्डा महादेवी सुरवन्दनी ह्रीं ऐं વાહી ” આના પછી પૂજાવિધિ, ધ્યાનવિધિ, માયાબીજમંત્રની આરાધનની વિધિ, હોમની વિધિ, માયાબીજના ત્રણ સ્તવન, માયાબીજકલ્પ, હવનની વિધિ, પરમેષ્ઠિચક્રના વિષયમાં લાલ, પીળી વગેરે માયાબીજસાધનવિધિ, ચોર વગેરેથી રક્ષણ, વશ્યમંત્રની વિધિ, આકર્ષણની વિધિ, ડ્રીંકારવિધાન, હ્રીંલેખાકલ્પ અને માયાકલ્પ આ રીતી વિવિધ વાતો આવે છે.
ટીકા – આ મૂળ કૃતિના ઉપર જિનપ્રભસૂરિએ એક વિવરણ લખ્યું છે. તેમાં કેટલોક ભાગ સંસ્કૃતમાં છે તો કેટલોક ભાગ ગુજરાતીમાં છે. ઉપર્યુક્ત વિષયોમાંથી મૂળના કયા અને વિવરણના કયા, એ સ્પષ્ટપણે કહી શકાતું નથી, કારણ કે મુદ્રિત પુસ્તકમાં મોટા ટાઈપમાં જે પદ્ય છપાયાં છે તે મૂળના છે કે નહિ તે વિચારણીય છે.
૧. “વર્ધમાનવિઘાપટના વિષયમાં એક લેખ ડૉ. ઉમાકાન્ત શાહે લખ્યો છે અને તે Journal of
the Indian Society of Oriental Arts, Vol.IXHi 3449689 mi usipeld 441 9. આ કૃતિ યા એનું જિનભદ્રસૂરિકૃત વિવરણ યા તે બંને “બૃહતુઠ્ઠીંકારકલ્પવિવરણમ્ તથા (વાચક ચન્દ્રસેનોદ્ધત) “વર્ધમાનવિદ્યાકલ્પ'ના નામથી જે પુસ્તક “શ્રીસૂરિમન્નયત્ર-સાહિત્યાદિગ્રન્થાવલિ', પુષ્પ ૮-૯ છપાયું છે તેમાં દેખાય છે. તેનું પ્રકાશન વર્ષ આપ્યું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org