Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
વિધિ-વિધાન, કલા, મંત્ર, તંત્ર, પર્વ અને તીર્થ
૩૦૫
સંયમ, તપ, ત્યાગ, આર્કિચન્ય અને બ્રહ્મચર્ય એ દસ પ્રકારના ધર્માંગોના વિષયમાં એક એક પૂજા અને તેના અંતે જયમાલા તથા અન્ને સમુચ્ચય જયમાલા આમ વિવિધ વિષય આવે છે. જયમાલા સિવાય આખો ગ્રન્થ પ્રાયઃ સંસ્કૃતમાં છે. દશલક્ષણવ્રતોઘાપન
આ કૃતિ જ્ઞાનભૂષણની છે. તેને દશલક્ષણોદ્યાપન પણ કહે છે. તેમાં ક્ષમા વગેરે દસ ધર્માંગો વિશે માહિતી આપી છે.
૧. પઈઢાકલ્પ (પ્રતિષ્ઠાકલ્પ)
ભદ્રબાહુસ્વામીએ આની રચના કરી હતી એવો ઉલ્લેખ સકલચંદ્રગણીકૃત પ્રતિષ્ઠાકલ્પને અંતે આવે છે.
૨. પ્રતિષ્ઠાકલ્પ
આ શ્યામાચાર્યની રચના છે એવું સકલચંદ્રગણીએ પોતાના ગ્રન્થ ‘પ્રતિષ્ઠાકલ્પ’ના અંતે કહ્યું છે. ૩. પ્રતિષ્ઠાકલ્પ
આકૃતિ હરિભદ્રસૂરિની કહેવાય છે. સકલચંદ્રગણીએ પોતાના ‘પ્રતિષ્ઠાકલ્પ’ના અંતે જે હરિભદ્રસૂરિકૃત પ્રતિષ્ઠાકલ્પનો ઉલ્લેખ કર્યો છે તે આ જ હશે. પરંતુ આ કૃતિ હજુ સુધી મળી નથી. ૪. પ્રતિષ્ઠાકલ્પ
આ કૃતિને કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રસૂરિષ્કૃત માનવામાં આવે છે. સકલચંદ્રગણીકૃત પ્રતિષ્ઠાકલ્પના અંતે આનો ઉલ્લેખ છે, એવું લાગે છે. ૫. પ્રતિષ્ઠાકલ્પ
આ ગુણરત્નાકરસૂરિની રચના છે. તેનો ઉલ્લેખ સકલચંદ્રગણીકૃત
પ્રતિષ્ઠાકલ્પના અંતે છે.
૬.
પ્રતિષ્ઠાકલ્પ
આ કૃતિ ભાવનન્દીની રચના કહેવાય છે.
૭. પ્રતિષ્ઠાકલ્પ
આ હસ્તિમલ્લની રચના છે.
૮. પ્રતિષ્ઠાકલ્પ
આ હીરવિજયસૂરિના શિષ્ય સકલચન્દ્રગણીની કૃતિ છે. તેમણે ગણધરસ્તવન, બાર ભાવના, મુનિશિક્ષાસ્વાધ્યાય, મૃગાવતી-આખ્યાન (વિ.સં.૧૬૪૪),
૧. જુઓ — જિનરત્નકોશ, વિભાગ ૧, પૃ. ૨૬૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org