Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
વિધિ-વિધાન, કલા, મંત્ર, તંત્ર, પર્વ અને તીર્થ
૩૦૩ કેટલાંય દ્વારના ઉપવિષયો “વિષયાનુક્રમમાં દર્શાવ્યા છે. ઉદાહરણાર્થ – પાંચમા દ્વારમાં પંચમંગલઉપધાન; ચોવીસમા દ્વારમાં દશવૈકાલિક, ઉત્તરાધ્યયન, આચારાંગ વગેરે ચાર અંગ, નિશીથાદિ છેદસૂત્ર, છઠ્ઠાથી અગીઆરમું અંગ, ઔપપાતિક વગેરે ઉપાંગ, પ્રકીર્ણક, મહાનિથીશની વિધિ અને યોગવિધાન પ્રકરણ; ચોત્રીસમા દ્વારમાં જ્ઞાનાતિચાર, દર્શનાતિચાર અને મૂલગુણ સંબંધી પ્રાયશ્ચિત્તો, પિંડાલોચનાવિધાન પ્રકરણ, ઉત્તરગુણ, વીર્યાચાર અને દેશવિરતિનાં પ્રાયશ્ચિત્તો અને આલોચના ગ્રહણવિધિપ્રકરણ તથા ઉપમા દ્વારમાં પ્રતિષ્ઠાવિધિસંગ્રહગાથા, અધિવાસનાધિકાર, નન્દાવર્તલેખન, જલાનયન, કલારોપણ અને ધ્વજારોપણની વિધિ, પ્રતિષ્ઠોપકરણસંગ્રહ, કૂર્મપ્રતિષ્ઠાવિધિ, પ્રતિષ્ઠાસંગ્રહકાવ્ય, પ્રતિષ્ઠાવિધિગાથા અને કહારયણકોસ (કથારત્નકોશ)માંથી ધ્વજારોપણવિધિ.
પ્રસ્તુત કૃતિમાં કઈ રચનાઓ સમગ્રરૂપે અથવા અંશતઃ સંગૃહીત કરવામાં આવી છે, તેની નોંધ નીચે મુજબ છે. ઉપધાનની વિધિ નામના સાતમા દ્વારના નિરૂપણમાં માનદેવસૂરિકૃત ૫૪ ગાથાઓનું “ઉવહાણવિહિ” નામનું પ્રકરણ, નવમા દ્વારમાં ૫૧ ગાથાઓનું “ઉવહાણપઈઢાપંચાસય નન્દિરચનાવિધિ નામના પંદરમા દ્વારમાં ૩૬ ગાથાઓનું “અરિહાણાદિથોત્ત'?,યોગવિધિ નામના ચાળીસમાં દ્વારના નિરૂપણમાં ઉત્તરાધ્યયનનું ૧૩ ગાથાઓનું ચોથું અધ્યયન, પ્રતિષ્ઠાવિધિ નામના પાંત્રીસમા દ્વારના નિરૂપણમાં “કહારયણકોસ'માંથી ૫૦ ગાથાઓનું “ધયારોપણવિહિપ (ધ્વજારોપણવિધિ) નામનું પ્રકરણ તથા ચંદ્રસૂરિકૃત સાત પ્રતિષ્ઠાસંગ્રહકાવ્ય. ૬૮ ગાથાઓનું જે “જોગવિહાણપયરણ પૃ. ૫૮થી ૬ ઉપર આવે છે તે સ્વયં ગ્રન્થકારની રચના હશે એવું અનુમાન થાય છે. પ્રતિક્રમણક્રમવિધિ
સોમસુન્દરસૂરિના શિષ્ય જયચન્દ્રસૂરિએ વિ.સં.૧૫૦૬માં આની રચના કરી છે. એનું આ નામ ઉપાજ્ય પદ્યમાં દેખાય છે. તેના પ્રારંભમાં એક પદ્ય
૧. જુઓ પૃ. ૧૨-૧૪
૨. જુઓ પૃ. ૧૬-૧૯ ૩. જુઓ પૃ. ૩૧-૩૩
૪. જુઓ પૃ. ૪૯-૫૦ ૫. જુઓ પૃ. ૧૧૧-૧૧૪
૬. જુઓ પૃ. ૧૧૦-૧૧૧ ૭. આ કૃતિ “પ્રતિક્રમણગર્ભહેતુ' નામે શ્રી પાનાચંદ વહાલજીએ સન્ ૧૮૯૨માં છપાવી છે. તેનો
પ્રતિક્રમણહેતુ નામથી ગુજરાતી સાર જૈન ધર્મ પ્રસારક સભાએ સન્ ૧૯૦૫માં પ્રકાશિત કર્યો હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org