Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
વિધિ-વિધાન, કલા, મંત્ર, તંત્ર, પર્વ અને તીર્થ
૩૦૧ છે અને તેના ચૌદમા પદ્યમાં જિનવલ્લભસૂરિકૃત “પોસહવિહિપયરણ' જોવાનો નિર્દેશ કર્યો છે. આમાં પૌષધની વિધિનો વિચાર કરવામાં આવ્યો છે.
ટીકા – આના ઉપર જિનમાણિજ્યસૂરિના શિષ્ય જિનચન્દ્રસૂરિએ વિ.સં.૧૬૧૭માં ૩૫૫૫ શ્લોકપ્રમાણ એક ટીકા લખી છે. ૨. પોસહવિહિપયરણ (પૌષધવિધિપ્રકરણ)
જૈન મહારાષ્ટ્રમાં દેવભદ્રરચિત આ કૃતિમાં ૧૧૮ પદ્ય છે. આ નામની એક કૃતિ ચક્રેશ્વરસૂરિએ ૯૨ પદ્યોમાં રચી છે. આ બંનેનો વિષય પૌષધની વિધિની વિચારણા છે. પોસહિયપાયચ્છિત્તસામાયારી (પૌષધિકપ્રાયશ્ચિત્તસામાચારી)
અજ્ઞાતકર્તક આ કૃતિમાં જૈન મહારાષ્ટ્રીમાં ૧૮ પદ્ય છે.
ટીકા – આના ઉપર તિલકાચાર્યે એક વૃત્તિ લખી છે. સામાયારી (સામાચારી)
જિનદત્તસૂરિના પ્રશિષ્ય જિનપતિસૂરિએ જૈન મહારાષ્ટ્રના ૭૯ પદ્યોમાં આ કૃતિ રચી છે. સામાચારીશતક (પત્ર ૧૩૯ આ-૧૪૧ આ)માં આને ઉદ્ધત કરવામાં આવી છે. વિહિમગ્નપ્પવા (વિધિમાર્ગપ્રયા) - જિનપ્રભસૂરિએ પ્રાયઃ જૈન મહારાષ્ટ્રીમાં કોશલ (અયોધ્યા)માં વિ.સં.૧૩૬૩માં આની રચના કરી હતી. તે ૩૫૭૫ શ્લોકપ્રમાણ છે. વિધિમાર્ગ ખરતરગચ્છનું બીજું નામ છે. આમ આ કૃતિમાં ખરતરગચ્છના અનુયાયીઓના વિધિવિધાનનો નિર્દેશ છે. આ રચના પ્રાય: ગદ્યમાં છે. પ્રારંભના પદ્યમાં કહેવામાં આવ્યું છે કે આ શ્રાવકો અને સાધુઓની સામાચારી છે. અત્તે સોળ પદ્યોની પ્રશસ્તિ છે. તેમાં પ્રથમ છ પદ્યોમાં પ્રસ્તુત કૃતિ જે ૪૧ દ્વારોમાં વિભક્ત છે તેમનાં નામ આવે છે અને તેરમા પદ્યમાં કર્તાએ સરસ્વતી અને પદ્માવતીને પ્રાર્થના કરી છે કે તેઓ શ્રુતની ઋદ્ધિ સમર્પિત કરે. ઉપર્યુક્ત ૪૧ દ્વારોમાં નીચે જણાવેલા વિષયોને સ્થાન મળ્યું છે :
૧. મુદ્રાવિધિ નામના ૩૭મા દ્વારનું નિરૂપણ સંસ્કૃતમાં છે (પૃ. ૧૧૪-૧૧) ૨. આ જિનદત્તસૂરિ ભંડારગ્રન્થમાલામાં સન ૧૧૪૧માં પ્રકાશિત થઈ છે. તેનો પ્રથમદર્શ કર્તાના
શિષ્ય ઉદયાકરગણીએ લખ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org