Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
વિધિ-વિધાન, કલા, મંત્ર, તંત્ર, પર્વ અને તીર્થ
૨૯૭
કૃતિના પ્રારંભમાં પ્રત્યાખ્યાનના પર્યાય આપવામાં આવ્યા છે. તેમાં અદ્ધાપ્રત્યાખ્યાનનું વિસ્તૃત નિરૂપણ છે. તેમાં ૧. પ્રત્યાખ્યાન લેવાની વિધિ, ૨. તદ્વિષયક વિશુદ્ધિ, ૩. સૂત્રની વિચારણા, ૪. પ્રત્યાખ્યાન પારવાની વિધિ, ૫. સ્વયં પાલન, અને ૬. પ્રત્યાખ્યાનનું ફળ આ છ બાબતો અનુક્રમથી જણાવવામાં આવી છે. આમ તેમાં છ દ્વારોનું વર્ણન છે. ત્રીજા દ્વારમાં નમસ્કાર સહિત પૌરુષી, પુરિમાર્ક, એકાશન, એકસ્થાન, આચામ્લ, અભક્તાર્થ,ચરમ, દેશાવકાશિક, અભિગ્રહ અને વિકૃતિ આ દસનો અર્થ સમજાવ્યો છે. વચ્ચે વચ્ચે નમસ્કારસહિત પ્રત્યાખ્યાનનાં બીજાં સૂત્રો પણ આપવામાં આવ્યાં છે. આ ઉપરાંત દાન અને પ્રત્યાખ્યાનનાં ફળના વિષયમાં દૃષ્ટાંતો પણ આપવામાં આવ્યાં છે.
૩૨૮મી ગાથામાં આવેલા નિર્દેશ અનુસાર પ્રસ્તુત કૃતિની રચના આવશ્યક, પંચાશક અને પણવત્યુ (પંચવત્યુગ)ના વિવરણના આધારે કરવામાં આવી છે. આના ઉપર ૫૫૦ પઘોની એક અજ્ઞાતકર્તૃક વૃત્તિ છે.
ટીકા
સંઘપટ્ટક
--
જિનવલ્લભગણીએ વિવિધ છન્દોવાળાં ૪૦ પઘોમાં તેની રચના કરી છે. તેમાં નીતિ અને સદાચારના વિષયમાં નિરૂપણ કરવામાં આવ્યું છે. આ ચિતોડના મહાવીર જિનાલયના એક સ્તંભ ઉ૫૨ કોતરવામાં આવેલ છે. એનું ૩૮મું પદ્ય ષડરચક્રબન્ધથી વિભૂષિત છે.
ટીકાઓ – જિનપતિસૂરિએ તેના ઉ૫૨ ૩૬૦૦ શ્લોકપ્રમાણ એક બુટ્ટીકા લખી છે. આ ટીકાના આધારે હંસરાજગણીએ એક ટીકા રચી છે. લક્ષ્મીસેને વિ.સં.૧૩૩૩માં ૫૦૦ શ્લોકપ્રમાણ એક લઘુટીકા લખી છે. તે હમ્મીરના પુત્ર હતા. આ ઉપરાંત સાધુકીર્તિએ પણ તેના ઉપર એક ટીકા લખી છે.
તેના ઉ૫૨ ત્રણ વૃત્તિઓ પણ મળે છે. તેમાંની એકના કર્તા જિનવલ્લભગણીના શિષ્ય છે અને બીજીના કર્તા વિવેકરત્નસૂરિ છે. ત્રીજી અજ્ઞાતકર્તૃક છે. દેવરાજે વિ.સં.૧૭૧૫માં તેના ઉ૫૨ એક પંજિકા પણ લખી
૧. આ કૃતિ ‘અપભ્રંશ કાવ્યત્રયી'ના પરિશિષ્ટના રૂપમાં સન્ ૧૯૨૭માં છપાઈ છે. તે પહેલાં જિનપતિસૂરિની બટ્ટીકા અને કોઈએ કરેલા ગુજરાતી અનુવાદ સાથે બાલાભાઈ છગનલાલે સન્ ૧૯૦૭માં તેને છપાવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org