Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
વિધિ-વિધાન, કલા, મંત્ર, તંત્ર, પર્વ અને તીર્થ
૨૯૫
ઋષભદેવથી મહાવીરસ્વામી સુધીના ચોવીસ તીર્થંકરોનું સંકીર્તન છે. આ ભક્તિ શ્વેતાંબરોના ‘લોગસ્સ સુત્ત' સાથે મળતી આવે છે.
૮. નિવ્વાણભત્તિ (નિર્વાણભક્તિ) આમાં ૨૭ પદ્ય છે. તેમાં ઋષભ વગેરે ચોવીસ તીર્થંકર, બલભદ્ર અને કેટલાય મુનિઓનું નામ લઈને તેમની નિર્વાણભૂમિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ રીતે આ ભક્તિ ભૌગોલિક દૃષ્ટિએ તથા પૌરાણિક માન્યતાની દૃષ્ટિએ મહત્ત્વની કૃતિ છે.
ટીકા ઉપર્યુક્ત આઠ ભક્તિઓમાંથી પ્રથમ પાંચ ઉપ૨ પ્રભાચન્દ્રની ક્રિયાકલાપ નામની ટીકા છે. આ પાંચને અનુરૂપ સંસ્કૃત ભક્તિઓ ઉપર તથા નિર્વાણભક્તિ અને નન્દીશ્વરભક્તિ ઉપર પણ તેમની ટીકા છે. ઈતર ભક્તિઓના કર્તા કુન્દકુન્તાચાર્ય છે કે અન્ય કોઈ, એનો નિર્ણય કરવો બાકી છે. આ જ વાત બીજી સંસ્કૃત ભક્તિઓને પણ લાગુ પડે છે.
–
દશભક્ત્યાદિસંગ્રહમાં નીચે જણાવેલી બાર ભક્તિઓ પ્રાકૃત કંડિકા અને ક્ષેપક શ્લોક સહિત યા રહિત તથા અન્વય, હિન્દી અન્વયાર્થ અને ભાવાર્થની સાથે છે – સિદ્ધભક્તિ, શ્રુતભક્તિ, ચારિત્રભક્તિ, યોગિભક્તિ, આચાર્યભક્તિ, પંચગુરુભક્તિ, તીર્થંકરભક્તિ, શાન્તિભક્તિ, સમાધિભક્તિ, નિર્વાણભક્તિ, નન્દીશ્વરભક્તિ અને ચૈત્યભક્તિ. તે ભક્તિઓના પદ્યોની સંખ્યા ક્રમશઃ ૧૦ (૯+૧), ૩૦, ૧૦, ૮, ૧૧, ૧૧, ૫, ૧૫, ૧૮, ૩૦, ૬૦ અને ૩૫ છે.
૧. સિદ્ધભક્તિ
આવે છે.
૩. ચારિત્રભક્તિ કરવામાં આવી છે.
-
૨. શ્રુતભક્તિ – આમાં પાંચ જ્ઞાનની સ્તુતિ કરવામાં આવી છે. કેવળજ્ઞાનને છોડી બાકીના જ્ઞાનોના ભેદ-પ્રભેદ અને દૃષ્ટિવાદના પૂર્વ વગેરે વિભાગોનું નિરૂપણ છે.
આમાં સિદ્ધના ગુણ, સુખ, અવગાહના આદિ બાબતો
Jain Education International
-
આમાં જ્ઞાનાચાર વગેરે પાંચ આચારોની સ્પષ્ટતા
૪. યોગિભક્તિ
આમાં મુનિઓના વનવાસનું વર્ણન છે તથા વિવિધ ઋતુઓમાં તેમને સહન કરવા પડતા પરીષહોની બાબતોનું વર્ણન છે.
૧. આ આઠ ભક્તિઓનો સારાંશ અંગ્રેજીમાં પ્રવચનસારની પ્રસ્તાવના (પૃ.૨૬-૨૮)માં ડૉ. ઉપાધ્યેએ
આપ્યો છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org