Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ
અણુઢાણવિહિ (અનુષ્ઠાનવિધિ) અથવા સુહબોહસામાયારી ( સુખબોધસામાચારી)
૨૯૮
ધનેશ્વરસૂરિના શિષ્ય શ્રીચન્દ્રસૂરિએ જૈન મહારાષ્ટ્રીમાં મુખ્યપણે ગદ્યમાં આની રચના કરી છે. સૂરિજીએ મુનિસુવ્રતસ્વામીચરિત્ર આદિ ગ્રન્થો પણ લખ્યા છે.
અવતરણોથી યુક્ત પ્રસ્તુત કૃતિ ૧૩૮૬ શ્લોકપ્રમાણ છે. તેના પ્રારંભમાં ચાર પદ્ય છે. પહેલા પઘમાં મહાવીરસ્વામીને નમસ્કાર કરીને અનુષ્ઠાનવિધિ કહેવાની પ્રતિજ્ઞા કરી છે. તે પછીનાં ત્રણ પઘોમાં આ કૃતિનાં વીસ દ્વ્રારોનાં નામ આપવામાં આવ્યાં છે. તે દ્વારોમાં નીચે જણાવેલા વિષયોનું નિરૂપણ આવે છે.
સમ્યક્ત્વારોપણ અને વ્રતારોપણની વિધિ, ષાઝ્માસિક સામાયિક, દર્શન વગેરે પ્રતિમાઓ, ઉપધાનની વિધિ, ઉપધાન પ્રકરણ, માલારોપણની વિધિ, ઈન્દ્રિયવિજય આદિ વિવિધ તપ, આરાધના, પ્રવ્રજ્યા, ઉપાસના અને લોંચની વિધિ, રાત્રિક આદિ પ્રતિક્રમણ, આચાર્ય, ઉપાધ્યાય અને મહત્તા એ ત્રણ પદોની વિધિ, ગણની અનુજ્ઞા, યોગ, અચિત્ત પરિષ્ઠાપના અને પૌષધની વિધિ, સમ્યક્ત્વ આદિનો મહિમા તથા તેમની પ્રતિષ્ઠા, ધ્વજારોપણ અને કલશારોપણની વિધિ.
પ્રસ્તુત કૃતિનો ઉલ્લેખ જઇજીયકલ્પ (યતિજીતકલ્પ)ની વૃત્તિમાં સાધુરત્નસૂરિએ કર્યો છે.
સામાચારી
તિલકાચાર્યની આકૃતિષ મુખ્યતઃ સંસ્કૃત ગદ્યમાં રચિત છે. તે શ્રી ચન્દ્રપ્રભસૂરિના વંશજ અને શિવપ્રભના શિષ્ય હતા, ૧૪૨૧ શ્લોકપ્રમાણ આ
૧.
આ કૃતિ સુબોધાસામાચારીના નામથી દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્વાર સંસ્થાએ સન્ ૧૯૨૨માં
છપાવી છે.
૨. કોઈએ ૫૩ ગાથાઓનું જૈન મહારાષ્ટ્રીમાં આ પ્રકરણ લખ્યું છે. તેનો આરંભ ‘પંચનમોક્કારે કિલ'થી થાય છે.
૩. ૩૭ પ્રકારનાં તપનું સ્વરૂપ સંસ્કૃતમાં આપવામાં આવ્યું છે. તેમાં મુકુટસપ્તમી આદિનું પણ નિરૂપણ છે.
૪. વિવિધપ્રતિષ્ઠાકલ્પના આધારે આની યોજના કરવામાં આવી છે એવું અન્ને કહ્યું છે. આ કૃતિ પ્રકાશિત છે. તેની એક તાડપત્રીય હસ્તલિખિત પ્રતિ વિ.સં.૧૪૦૯ની મળે છે.
૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org