Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૨૭૪
કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ વાર ઉલ્લેખ આવે છે; તેથી જણાય છે કે ચૂર્ણિકાર સામાચારીને બહુ જ મહત્ત્વપૂર્ણ માને છે. મુખ્યપણે મંડનાત્મક શૈલીમાં રચાયેલી આ ચૂર્ણિ (પત્ર ૧૦૪ આ)માં ‘તુલાદંડન્યાય'નો ઉલ્લેખ છે.
આવશ્યકની ચૂર્ણિના દેશવિરતિ અધિકારની જારિસો જઇભે'થી શરૂ થતી ગાથાઓના આધારે જેમ નવપપયરણમાં નવ દ્વારોનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે તેમ અહીં પણ નવ કારોનું નિરૂપણ છે.
આ ચૂર્ણિની રચનામાં આધારભૂત સામગ્રી રૂપે વિવિધ ગ્રંથોનું સાક્ષ્ય આપવામાં આવ્યું છે અને અન્ત પંચાશકની અભયદેવસૂરિકૃત વૃત્તિ, આવશ્યકની ચૂર્ણિ અને વૃત્તિ, નવપયપયરણ અને સાવયપષ્ણત્તિનો ઉપયોગ કર્યો હોવાનો ઉલ્લેખ છે.' ધર્મસાર
આ હરિભદ્રસૂરિની કૃતિ છે. પંચસંગ્રહની ૮મી ગાથાની ટીકામાં (પત્ર ૧૧ આ) મલયગિરિસૂરિએ તેનો ઉલ્લેખ કર્યો છે, પરંતુ આજ સુધી તે મળી નથી.
ટીકા – દેવેન્દ્રસૂરિએ “છાસીઇ’ કર્મગ્રન્થની પોતાની વૃત્તિમાં (પૃ.૧૬૧) તેનો ઉલ્લેખ કર્યો છે પણ મૂલની જેમ તે પણ આજ સુધી મળી શકી નથી. સાવયધમ્મસંત (શ્રાવકધર્મતંત્ર)
હરિભદ્રસૂરિની જૈન મહારાષ્ટ્રમાં ૧૨૦ ગાથાની આ કૃતિ “વિરહ' પદથી અંકિત છે. તેને શ્રાવકધર્મપ્રકરણ પણ કહે છે. તેમાં “શ્રાવક' શબ્દની અન્વર્થતા,
เปนเว
૧. પ્રથમ પંચાશકનો મુનિશ્રી શુભંકરવિજયકૃત ગુજરાતી અનુવાદ “નેમિ-વિજ્ઞાન-ગ્રન્થમાલા'માં (સન્ ૧૯૪૯માં) પ્રકાશિત થયો છે અને તેનું નામ શ્રાવકધર્મવિધાન” રાખ્યું છે.
પ્રથમ ચાર પંચાશક અને તેટલા જ ભાગની અભયદેવસૂરિની વૃત્તિનો સારાંશ ગુજરાતીમાં પં. ચન્દ્રસાગરગણીએ તૈયાર કર્યો છે. તે સારાંશ “સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિએ સન્ ૧૯૪૯માં પ્રકાશિત કર્યો છે. માનદેવસૂરિકૃત વૃત્તિ સાથે આ કૃતિ સન્ ૧૯૪૦માં “કેશરબાઈ જૈન જ્ઞાનમન્દિરએ “શ્રી શ્રાવક ધર્મવિધિપ્રકરણ'ના નામથી પ્રકાશિત કરી છે. તેમાં ગુજરાતીમાં વિષયસૂચી તથા મૂલ અને વૃત્તિગત પઘોની અકારાદિ ક્રમે સૂચી આપવામાં આવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org