Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
અનગાર અને સાગારનો આચાર
૨૮૩ ૨૪. આલોચનાના ગુણ-દોષ, ૨૫. શયા, ૨૬. સંસ્તર, ૨૭. નિર્યાપક, ૨૮. પ્રકાશન, ૨૯. આહારની હાનિ, ૩૦. પ્રત્યાખ્યાન, ૩૧. ક્ષામણ, ૩૨. ક્ષપણ, ૩૩. અનુશિષ્ટિ, ૩૪. સારણ, ૩૫. કવચ, ૩૬. સમતા, ૩૭. ધ્યાન, . ૩૮. વેશ્યા, ૩૯. આરાધનાનું ફળ અને ૪૦. વિજહના.
ચાલીસમા અધિકારમાં નિશીથિકાનું સ્વરૂપ, તેનાં દ્વારો, નિમિત્તજ્ઞાન, સાધુના મરણના સમયે ધીરવીરનું જાગરણ, મૃતક મુનિના અંગૂઠાનું બંધન અને છેદન, વન આદિમાં મૃત્યુ પામેલા મુનિના કલેવરનું ત્યાં પડ્યું રહેવું ઉચિત ન હોવાથી ગૃહસ્થ તેને શિબિકામાં લાવવું, ક્ષપકના શરીરસ્થાપનની વિધિ, ક્ષપકના શરીરના અવયવોનું પક્ષીઓ દ્વારા અપહરણ કરાતાં તે ઉપરથી ફલાદેશ અને લપકની ગતિનું કથન.
આ ગ્રન્થના કર્તા “પાણિતલભોજી' શિવાર્ય છે. તેમણે પોતાના ગુરુઓ તરીકે જિનનંદી, સર્વગુપ્ત અને મિત્રનન્દી એ ત્રણનો “આર્ય' શબ્દ સાથે ઉલ્લેખ કર્યો છે.
આરાધનાની કેટલીક ગાથાઓ મૂલાચારમાં તથા કોઈ કોઈ શ્વેતાંબર ગ્રન્થમાં પણ મળે છે. તેનો ‘વિજયના” નામનો ચાલીસમો અધિકાર વિલક્ષણ છે. તેમાં આરાધક મુનિના મૃતકસંસ્કારનું વર્ણન છે.
ટીકાઓ – તેના ઉપર એક ટીકા છે. તેને કેટલાક વસુનન્દીની રચના માને છે. આ ઉપરાંત તેના ઉપર ચન્દ્રનન્દીના શિષ્ય બલદેવના શિષ્ય અપરાજિતની વિજયોદયા' નામની બીજી એક ટીકા છે. વળી, આશાધરની ટીકા છે, તેનું નામ “દર્પણ છે, તેને “મૂલારાધનાદર્પણ' પણ કહે છે.
અમિતગતિની ટીકા પણ છે, તેનું નામ “મરણકરંડિકા' છે. આ ટીકાઓ ઉપરાંત તેના ઉપર એક અજ્ઞાતકર્તક પંજિકા પણ છે.
૧. જિનસેને આદિપુરાણમાં જે શિવકોટિનો ઉલ્લેખ કર્યો છે તે પ્રસ્તુત ગ્રન્થકાર જ છે એ શંકાસ્પદ છે. ૨. જિનદાસ પાર્શ્વનાથે આનો હિંદી અનુવાદ કર્યો છે. સદાસુખે પણ અનુવાદ કર્યો છે. તેમનો હિન્દી
વચનિકા નામનો આ અનુવાદ વિ.સં.૧૯૦૮માં પૂર્ણ થયો હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org