Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૨૮૮
કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ પિડવિસદ્ધિ (પિડવિશુદ્ધિ)
આ જૈન મહારાષ્ટ્રીમાં રચાયેલાં ૧૦૩ પઘોની કૃતિ છે. તેને “પિંડવિસોહિ પણ કહે છે. તેના કર્તા જિનવલ્લભસૂરિએ તેમાં આહારની ગવેષણના ૪૨ દોષોનો નિર્દેશ કરી તેમના ઉપર વિચારણા કરી છે.
ટીકાઓ – તેના ઉપર “સુબોધા” નામની ૨૮૦૦ શ્લોકપ્રમાણ એક ટીકા શ્રીચન્દ્રસૂરિના શિષ્ય યશોદેવે વિ.સં.૧૧૭૬માં લખી છે. અજિતપ્રભસૂરિએ પણ બીજી એક ટીકા લખી છે. શ્રીચન્દ્રસૂરિએ વિ.સં.૧૧૭૮માં એક વૃત્તિ લખી છે. ઉદયસિંહે “દીપિકા” નામની ૭૦૩ શ્લોકપ્રમાણ એક ટીકા વિ.સં. ૧૨૯૫માં લખી છે. તે શ્રીપ્રભના શિષ્ય માણિક્યપ્રભના શિષ્ય હતા. આ ટીકા ઉપર્યુક્ત સુબોધાના આધારે રચવામાં આવી છે. આ ઉપરાંત બીજી એક ટીકા અજ્ઞાતકર્તક દીપિકા નામની છે. આ મૂલ કૃતિ ઉપર રત્નશખસૂરિના શિષ્ય સંવેગદેવગણીએ વિ.સં.૧૫૧૩માં એક બાલાવબોધ લખ્યો છે. સર્ફજીયકપ્પ (શ્રાદ્ધજીતકલ્પ)
આ દેવેન્દ્રસૂરિના શિષ્ય ધર્મઘોષસૂરિએ વિ.સં. ૧૩૫૭માં લખ્યો છે. તેમાં ૧૪૧ અને કોઈ કોઈ મતે ૨૨૫ પડ્યો છે. તેમાં શ્રાવકોની પ્રવૃત્તિઓ પર વિચાર કરવામાં આવ્યો છે.
ટીકાઓ – આના ઉપર સોમતિલકસૂરિએ ૨૫૪૭ શ્લોકપ્રમાણ એક વૃત્તિ રચી છે. તે ઉપરાંત એક અવચૂરિ પણ છે. ૧. સઢદિશકિચ્ચ (શ્રાદ્ધદિનકૃત્ય)
જૈન મહારાષ્ટ્રીમાં રચાયેલાં ૩૪૪ પદ્યોની આ કૃતિ જગચ્ચન્દ્રસૂરિના શિષ્ય દેવેન્દ્રસૂરિની રચના છે. તેમાં શ્રાવકોના દૈનંદિન કૃત્યોના વિશે વિચાર કરવામાં આવ્યો છે.
ટીકા – તેના ઉપર ૧૨૮૨૦ શ્લોકપ્રમાણ એક સ્વપજ્ઞ વૃત્તિ છે. તે ઉપરાંત એક અજ્ઞાતકર્તક અવચૂરિ પણ છે. ૨. સર્ણદિણકિચ્ચ (શ્રાદ્ધદિનકૃત્ય)
વીર નમે(મિ)ઊણ તિલોભાણું'થી શરૂ થતી અને જૈન મહારાષ્ટ્રનાં ૩૪૧ પદ્યોમાં લખાયેલી આ કૃતિ ઉપર્યુક્ત “સદ્ગદિશકિચ્ચ” છે કે અન્ય, એ વિચારણીય
૧. આ ગ્રન્થ શ્રીચન્દ્રસૂરિની વૃત્તિ સાથે વિજયદાન ગ્રન્થમાલા સૂરતથી સન્ ૧૯૩૯માં પ્રકાશિત
થયો છે. ૨. રામચન્દ્રગણીના શિષ્ય આનન્દવલ્લભકૃત હિન્દી બાલાવબોધની સાથે આ ગ્રન્થ સન્ ૧૮૭૬માં
‘બનારસ જૈન પ્રભાકર” મુદ્રણાલયમાં છપાયો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org