Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૨૮૪
કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ આરાહણાસાર (આરાધનાસાર)
વિ.સં.૯૯૦ આસપાસ દેવસેને જૈન શૌરસેનીમાં રચાયેલાં પડ્યોમાં આ કૃતિ' લખી છે. તે વિમલદેવના શિષ્ય હતા એમ ગજાધરલાલ જૈને પ્રસ્તાવનામાં (પૃ.૨) લખ્યું છે. દેવસેન નામના બીજા પણ અનેક ગ્રન્થકાર થયા છે. ઉદાહરણાર્થ, આલાપદ્ધતિના કર્તા, ચન્દનષઢુદ્યાપનના કર્તા, સુલોચનાચરિત્રના કર્તા અને સંસ્કૃતમાં આરાધનાના કર્તા.
તેની પહેલી ગાથામાં આવેલા “સુરસેણવંદિય’ના ભિન્ન ભિન્ન પદચ્છેદ કરીને ભિન્ન ભિન્ન અર્થ કરવામાં આવ્યા છે. આમ કરતી વખતે “રસ' અને દિય (દ્વિજ)ના ભિન્ન ભિન્ન અર્થો કરવામાં આવ્યા છે. - તેમાં તપશ્ચર્યા, સમ્યગ્દર્શન અને સમ્યફચારિત્રના સમુદાયને આરાધનાનો સાર કહ્યો છે. આ સાર વ્યવહાર અને નિશ્ચયથી બે પ્રકારનો છે. વ્યવહારથી સમ્યગ્દર્શન વગેરેનું સ્વરૂપ, સમ્યફચારિત્રના તેર પ્રકારોનો અને તપશ્ચર્યાના બાર પ્રકારોનો સામાન્ય નિર્દેશ, શુદ્ધ નિશ્ચયનય અનુસાર આરાધનાની સ્પષ્ટતા, વ્યવહારથી જે ચતુર્વિધ આરાધના છે તેનો નિશ્ચયનયપૂર્વકની આરાધના સાથે કાર્યકારણભાવનો સંબંધ, વિશુદ્ધ આત્માની આરાધના કરવાનો ઉપદેશ, આરાધક અને વિરાધકનું સ્વરૂપ, સંન્યાસની યોગ્યતા, પરિગ્રહના ત્યાગથી લાભ, નિશ્ચયનયની અપેક્ષાએ નિર્ઝન્થતા, કષાયો અને પરિષહો ઉપર વિજય, (દાવાનલરૂપી) અચેતનકૃત ઉપસર્ગ શિવભૂતિએ, તિર્યંચકૃત ઉપસર્ગ સુકમાલ અને કોસલ એ બે મુનિઓએ, મનુષ્યકૃત ઉપસર્ગ ગુરુદત્ત રાજાએ, પાંડવોએ અને ગજકુમારે તથા દેવકૃત ઉપસર્ગ શ્રીદત્ત અને સુવર્ણભદ્ર સહન કર્યા હતા એનો ઉલ્લેખ, ઈન્દ્રિય અને મનનો નિગ્રહ કરવાની આવશ્યકતા, અસંયમીની અવદશા, નિર્વિકલ્પ સમાધિનું સ્વરૂપ, સમ્યગ્દર્શન આદિની આત્માથી અભિન્નતા અને એવો આત્મા અવલંબન આદિથી (વિભાવ પરિણામોથી) રહિત હોવાથી તેની કથંચિત્ શૂન્યતા, ઉત્તમ ધ્યાનનો પ્રભાવ, વિશુદ્ધ ભાવનાઓનું ફળ, ચતુર્વિધ આરાધનાનું ફળ, આરાધનાનું સ્વરૂપ પ્રદર્શિત કરનાર મુનિવરોને વન્દન, તથા પ્રણેતાની લઘુતા – આ વિષયો આવે છે.
૧. રત્નકર્તિની ટીકા સાથે આ કૃતિ માણિકચન્દ્રદિગંબર જૈન ગ્રન્થમાલામાં વિ.સં.૧૯૭૩માં પ્રકાશિત
થઈ છે. મૂલ કૃતિ ગજાધરલાલ જૈનકૃત હિંદી અનુવાદ સાથે વીર સંવત્ ૨૪૮૪માં “શ્રી શાન્તિસાગર જૈન સિદ્ધાન્ત પ્રકાશિની સંસ્થાએ છપાવી છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org