Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૨૮૦
કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ તેની પહેલી ગાથામાં વંદનીયને વંદન કરીને ચૈત્યવંદન આદિનું નિરૂપણ વૃત્તિ, ભાષ્ય, ચૂર્ણિ વગેરેના આધારે કરવાની પ્રતિજ્ઞા કરવામાં આવી છે. પછી ચૈત્યવંદન અર્થાત્ દેવવંદનની વિધિનું પાલન ચોવીસ દ્વારોથી યથાવતુ થતું હોવાથી તે ચોવીસ દ્વારોના નામો પ્રત્યેક દ્વારના પ્રકારોની સંખ્યા સાથે આપવામાં આવ્યાં છે. તે દ્વારા આ પ્રકારે છે :
૧. નૈષધ વગેરે દર્શનત્રિક, ૨. પાંચ અભિગમ, ૩. દેવને વંદન કરતી વખતે સ્ત્રી અને પુરુષે ઊભા રહેવાની દિશા, ૪. ત્રણ અવગ્રહ, ૫. ત્રિવિધ - વંદન, ૬. પંચાંગ પ્રણિપાત, ૭. નમસ્કાર, ૮-૧૦. નવકાર આદિ નવ સૂત્રોના વર્ણની સંખ્યા તથા તે સૂત્રોનાં પદો અને સભ્યદાની સંખ્યા, ૧૧. નમુ ન્યુ ણ' વગેરે પાંચ દંડક, ૧૨. દેવવંદનના બાર અધિકાર, ૧૩. ચાર વંદનીય, ૧૪. ઉપદ્રવ દૂર કરવા માટે સમ્યગ્દષ્ટિ દેવોનું સ્મરણ, ૧૫. નામજિન, સ્થાપનાજિન, દ્રવ્ય જિન અને ભાવજિન, ૧૬. ચાર સ્તુતિ, ૧૭. આઠ નિમિત્ત, ૧૮. દેવવંદનના બાર હેતુ, ૧૯. કાયોત્સર્ગના સોળ આકાર, ૨૦. કાયોત્સર્ગના ૧૯ દોષ, ૨૧. કાયોત્સર્ગનું પ્રમાણ, ૨૨. સ્તવન સંબંધી વિચાર, ૨૩. સાત વાર ચૈત્યવંદન અને ૨૪. દસ આશાતના.
આ ચોવીસ દ્વારોના ૨૦૦૪ પ્રકાર ગણાવી ૬૨મી ગાથામાં દેવવંદનની વિધિ આપવામાં આવી છે. સંઘાચારવિધિ
આ ગ્રન્થ ઉપર્યુક્ત દેવેન્દ્રસૂરિના શિષ્ય ધર્મઘોષસૂરિએ વિ.સં.૧૩૨૭ પહેલાં લખ્યો છે. તે ૮૫૦૦ શ્લોકપ્રમાણની રચના છે અને સંભવતઃ ધર્મઘોષસૂરિએ પોતે જ પોતાના હસ્તાક્ષરમાં લખેલી વિ.સં.૧૩૨૯ની હસ્તપ્રતિ મળે છે. આ સંઘાચારવિધિ ચેઈયવંદણમુત્તની વૃત્તિ છે. તેમાં લગભગ પચાસ કથાઓ, દેવ અને ગુરુની સ્તુતિઓ, વિવિધ દેશનાઓ, સુભાષિત, મતાન્તર અને તેમનું ખંડન વગેરે આવે છે. સાવગવિહિ (શ્રાવકવિધિ)
આ જિનપ્રભસૂરિની દોહાછંદમાં અપભ્રંશમાં ૩૨ પઘોમાં રચાયેલી કૃતિ છે. તેનો ઉલ્લેખ પત્તન-સૂચીમાં આવે છે. ગુરુવંદણભાસ (ગુરુવંદનભાષ્ય)
ચેઈયવંદણભાસ વગેરેના કર્તા દેવેન્દ્રસૂરિની જૈન મહારાષ્ટ્રીમાં રચાયેલી ૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org