Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૨૭૮
શ્રાદ્ધગુણશ્રેણિસંગ્રહ
આને શ્રાદ્ધગુણસંગ્રહ અથવા શ્રાદ્ધગુણવિવરણ' પણ કહે છે. તેની રચના સોમસુન્દરના શિષ્ય જિનમંડનગણીએ વિ.સં.૧૪૧૮માં કરી છે. તેમણે જ વિ.સં.૧૪૧૨માં કુમારપાલપ્રબંધ લખ્યો છે. ધર્મપરીક્ષા નામની કૃતિ પણ તેમની રચના છે. હેમચંદ્રસૂરિષ્કૃત યોગશાસ્ત્ર પ્રકાશ ૧ના અન્ને સામાન્યગૃહસ્થધર્મ વિશે જે દસ શ્લોક છે તેમાં માર્ગાનુસારિતાના ૩૫ ગુણોનો નિર્દેશ કરવામાં આવ્યો છે. તે શ્લોકો પ્રસ્તુત કૃતિના આરંભે (પત્ર ૨ આ) ઉદ્ધૃત કરવામાં આવ્યા છે. તેમનું વિસ્તૃત નિરૂપણ આમાં આવે છે.
કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ
પ્રારંભમાં ‘સાવગ’ અને ‘શ્રાવક’ શબ્દોની વ્યુત્પત્તિ આપવામાં આવી છે. ૩૫ ગુણોને સમજાવવા જુદી જુદી જાતની કથાઓ આપવામાં આવી છે. વચ્ચે વચ્ચે સંસ્કૃત અને પ્રાકૃત અવતરણ આપવામાં આવ્યાં છે. અન્ને સાત શ્લોકોની પ્રશસ્તિ છે. તેમાં રચનાસ્થાન અને રચનાકાલનો નિર્દેશ કરવામાં આવ્યો
છે
ઉપર્યુક્ત ૩૫ ગુણ નીચે પ્રમાણે છે :
૧. ન્યાયસમ્પન્ન વૈભવ, ૨. શિષ્ટાચારની પ્રશંસા, ૩. કુલ અને શીલની સમાનતા ધરાવતી અન્ય ગોત્રની વ્યક્તિ સાથે વિવાહ, ૪. પાપભીરુતા, ૫. પ્રચલિત દેશાચારનું પાલન, ૬. રાજા વગેરેની નિન્દાથી અલિપ્ત રહેવું, ૭. યોગ્ય નિવાસસ્થાનમાં બારણાવાળું મકાન, ૮. સત્સંગ, ૯. માતાપિતાનું પૂજન, ૧૦. ઉપદ્રવવાળા સ્થાનનો ત્યાગ, ૧૧. નિંઘ પ્રવૃત્તિઓથી અલિપ્ત રહેવું, ૧૨. પોતાની આર્થિક સ્થિતિ અનુસાર ખર્ચ કરવાની વૃત્તિ, ૧૩. સંપત્તિ અનુસાર અને અનુરૂપ વેશભૂષા, ૧૪. બુદ્ધિના શુશ્રુષા આદિ આઠ ગુણોની યુક્તતા, ૧૫. પ્રતિદિન ધર્મનું શ્રવણ, ૧૬. અજીર્ણતા થતાં ભોજનનો ત્યાગ, ૧૭. ભૂખ લાગતાં અનુકૂળ ભોજન, ૧૮. ધર્મ, અર્થ અને કામનું પરસ્પર બાધારહિત સેવન, ૧૯. અતિથિ, સાધુ અને દીનની યથાયોગ્ય સેવા,
૧. શ્રાદ્ધગુણવિવરણ' નામથી આ ગ્રંથ જૈન આત્માનન્દ સભાએ વિ.સં.૧૯૭૦માં પ્રકાશિત કર્યો છે. તેનો ગુજરાતી અનુવાદ પ્રવર્તક કાન્તિવિજયજીના શિષ્ય શ્રી ચતુરવિજયજીએ કર્યો છે, તે જૈન આત્માનન્દ સભાએ જ સન્ ૧૯૧૬માં પ્રકાશિત કર્યો છે.
૨. અણહિલપત્તનનગર
૩. મનુનન્દાષ્ટક અર્થાત્ ૧૪૯૮. અહીં ‘અંકાનાં વામતો ગતિઃ’ નિયમનું પાલન થયું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org