Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૨૭૬
છે. વિવરણકારનું દીક્ષાસમયનું નામ ધનદેવ હતું. આ ગાથાઓ ઉપરાંત એક વધારાની ગાથા પર પણ છે. સ્પષ્ટીકરણ આ વિવરણમાં છે.
કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ વિવરણ ઉપર્યુક્ત ૧૩૭ સ્વોપન્ન ટીકાનું વિસ્તૃત
આ વિવરણમાં કુદેવ, કુગુરુ અને કુધર્મનું સ્વરૂપ; મિથ્યાત્વના આભિગ્રાહિક આદિ પ્રકાર; જમાલિના ચારિત્રમાં ‘ક્રિયમાણ કૃત' વિષયક ચર્ચા; ગોષ્ઠામાહિલના વૃત્તાન્તમાં આર્યરક્ષિત સંબંધી કેટલીય વાતો, ગોઠામાહિલે મથુરામાં નાસ્તિકનો કરેલો પરાજય; ચિલાતીપુત્રના અધિકારમાં વૈદિક વાદ, પહેલા વ્રતના સ્વરૂપનો વિચાર કરતી વખતે ૨૬૩ કર્માદાન; સામાયિકના વિશે નયવિચાર; પૌષધના અતિચારોના કથન સમયે સ્થંડિલના ૧૦૨૪ પ્રકાર તથા સંલેખનાના વિષયમાં નિશ્ચમકના પ્રકાર આમ વિવિધ બાબતોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. આ વિવરણનું ચક્રેશ્વરસૂરિ વગેરેએ સંશોધન કર્યું છે. આ ૧૫૦૦ શ્લોકપ્રમાણ વિવરણમાં (પત્ર ૨૪૨ આ) જે વસુદેવસૂરિનો નિર્દેશ છે તેમના ‘ખંતિકુલય’ સિવાય બીજા ગ્રંથો જાણવામાં આવ્યા નથી.
—
સંઘતિલકસૂરિના શિષ્ય દેવેન્દ્રસૂરિએ વિ.સં.૧૪૫૨માં અભિનવવૃત્તિ નામની એક વૃત્તિ લખી છે.
ઉપાસકાચાર
વિ.સં. ૧૦૫૦માં રચાયેલી આ પદ્યાત્મક સંસ્કૃત કૃતિ સુભાષિતરત્નસંદોહના કર્તા અને માથુર સંઘના માધવસેનના શિષ્ય અમિતગતિની રચના છે. તે પંદર
Jain Education International
૧. આ ૧૩૮મી ગાથા વિવરણકારને મળી હશે. બાકી મૂલકર્તાએ ન તો તેને સ્વતંત્રપણે આપી છે અને ન તો તેના ઉપર ટીકા લખી છે. તે ગાથામાં કહ્યું છે કે કક્કસૂરિના શિષ્ય જિનચન્દ્રગણીએ આત્મસ્મરણ માટે અને અન્ય જનો ઉપર ઉપકાર કરવાની દૃષ્ટિએ આ નવપદ (પ્રકરણ)ની રચના કરી છે.
૨.
આ કૃતિ વિ.સં.૧૯૭૯માં ‘અનન્તકીર્તિ દિગંબર જૈન ગ્રન્થમાલા'માં પ્રકાશિત થઈ છે. તેની પં. ભાગચન્દ્રકૃત વચનિકાથી યુક્ત બીજી આવૃત્તિ ‘શ્રાવકાચાર’ નામે શ્રી મૂલચંદ કિસનદાસ કાપડિયાએ વિ.સં.૨૦૧૫માં છપાવી છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org