Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
અનગાર અને સાગારનો આચાર
૨૭૫ ધર્મના અધિકારીનાં લક્ષણ, સમ્યક્ત અને મિથ્યાત્વના પ્રકાર, પાર્થસ્થ આદિનો પરિહાર કરવાની સૂચના, અનુમતિનું સ્વરૂપ, દર્શનાચારના નિઃશંકિત આદિ આઠ પ્રકારોની સ્પષ્ટતા, આઠ પ્રભાવકોનો નિર્દેશ, શ્રાવકના બાર વ્રત અને તેમના અતિચાર – આ રીતે વિવિધ વિષયોનું નિરૂપણ છે.
ટીકા – શ્રી માનદેવસૂરિએ આના ઉપર એક વૃત્તિ લખી છે. અત્તે આપેલી પ્રશસ્તિ ઉપરથી જણાય છે કે કોઈ પ્રાચીન વૃત્તિના આધારે તેમણે પોતાની આ વૃત્તિ લખી છે. પ્રારંભમાં એક પદ્ય તથા અત્તે પ્રશસ્તિના રૂપમાં બે પદ્ય છે. નવપયપયરણ (નવપદપ્રકરણ)
જૈન મહારાષ્ટ્રીમાં રચાયેલાં ૧૩૭ પઘોની આ કૃતિ ઊકેશગચ્છના દેવગુપ્તસૂરિએ લખી છે. તેમનું પહેલાનું નામ જિનચન્દ્રગણી હતું. તેમણે નવતત્તપયરણ” લખ્યું છે. પ્રસ્તુત કૃતિમાં અરિહંત વગેરે નવ પદોનું નિરૂપણ હશે એમ કૃતિના નામ ઉપરથી લાગે છે, પરંતુ વસ્તુસ્થિતિ એવી નથી. અહીં તો મિથ્યાત્વ, સમ્યક્ત, શ્રાવકનાં બાર વ્રતો અને સંલેખના આ વિષયોનો ૧. યાદશ, ૨. યતિભેદ, ૩. યથોત્પત્તિ, ૪. દોષ, ૫. ગુણ, ૬. યતના, ૭. અતિચાર, ૮. ભંગ અને ૯. ભાવના – આ નવ પદો દ્વારા નવા નવા ગાથાઓમાં વિચાર કરવામાં આવ્યો છે. પહેલી ગાથામાં મંગલ, અભિધેય વગેરે આવે છે, જ્યારે બીજી ગાથા આવશ્યકની દેશવિરતિઅધિકારવિષયક ચૂર્ણિમાં ઉદ્ધત પૂર્વગત ગાથા છે. આ ઉપરાંત બીજી પણ કોઈ કોઈ ગાથા મૂલ યા ભાવાર્થ રૂપે આ ચૂર્ણિની જણાય છે.
ટીકાઓ – કર્તાએ પોતે જ વિ.સં. ૧૦૭૩માં રચેલી સ્વોપજ્ઞ ટીકાનું નામ શ્રાવકાનન્દકારિણી છે. આમાં કેટલીય કથાઓ આવે છે. આ ટીકા ઉપરાંત દેવગુપ્તસૂરિના પ્રશિષ્ય અને સિદ્ધસૂરિના શિષ્ય તથા અન્ય સિદ્ધસૂરિના ગુરુભાઈ યશોદેવે વિ.સં.૧૧૬૫માં એક વિવરણ લખ્યું છે. તેને બ્રહવૃત્તિ પણ કહે
૧. આ કૃતિ શ્રાવકાનન્દકારિણી નામની સ્વોપજ્ઞ ટીકા સાથે દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર
સંસ્થાએ સન્ ૧૯૨૬માં તથા યશોદેવના વિવરણ સાથે સન્ ૧૯૨૭માં છપાવી છે. ૨. આ ગચ્છમાં દેવગુણ, કક્કસૂરિ, સિદ્ધસૂરિ અને જિનચન્દ્ર વારંવાર આવે છે, તેથી ગુરુ અને
ગુરુભાઈનું જે એક જ નામ છે તે યથાર્થ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org