Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૨૭૭
અનગાર અને સાગારનો આચાર પરિચ્છેદોમાં વિભક્ત છે. તેમાં શ્રાવકના આચારનું નિરૂપણ છે. કુલ ૧૪૬૪ શ્લોકોની આ કૃતિનો પ્રારંભ પંચ પરમેષ્ઠી, દર્શન, જ્ઞાન, ચારિત્ર, સરસ્વતી અને ગુરુના સ્મરણથી કરવામાં આવ્યો છે. અંતે પ્રશસ્તિ રૂપે નવ શ્લોક છે. આ પંદર પરિચ્છેદોનો મુખ્ય વિષય નીચે મુજબ છે :
૧. સંસારનું સ્વરૂપ, ૨. મિથ્યાત્વનું સ્વરૂપ અને તેના ત્યાગનો ઉપદેશ, ૩. જીવ વગેરે પદાર્થોનું નિરૂપણ, ૪. ચાર્વાક, વિજ્ઞાનાદ્વૈત, બ્રહ્માદ્વૈત અને પુરુષાદ્વૈતનું ખંડન તથા કુદેવનું સ્વરૂપ, ૫. મધ, માંસ, મધુ, રાત્રિભોજન અને ક્ષીરવૃક્ષનાં ફળનો ત્યાગ, ૬. અણુવ્રત, ૭. વ્રતનો મહિમા, ૮. છ આવશ્યક, ૯. દાનનું સ્વરૂપ, ૧૦. પાત્ર, કુપાત્ર અને અપાત્રની સ્પષ્ટતા, ૧૧. અભયદાનનું ફળ, ૧૨. તીર્થકર વગેરેનું તથા ઉપવાસનું સ્વરૂપ, ૧૩. સંયમનું સ્વરૂપ, ૧૪. બાર અનુપ્રેક્ષા, ૧૫. દાન, શીલ, તપ, ભાવનાનું નિરૂપણ. શ્રાવકાચાર
૪૬૨૨ શ્લોકપરિમાણ અંશત: સંસ્કૃત અને અંશતઃ કન્નડમાં રચાયેલા આ ગ્રન્થના કર્તા કુમુદચન્દ્રના શિષ્ય માધનન્દી છે. તેને પદાર્થસાર પણ કહે છે. આ માઘનન્દીને વિ.સં.૧૨૬પમાં હોયલ' વંશના નરસિંહ નામના રાજાએ દાન દીધું હતું. તેમણે શાસ્ત્રસારસમુચ્ચય, શ્રાવકાચારસાર અને સિદ્ધાન્તસાર પણ લખ્યા છે.
ટીકા – કુમુદચન્દ્ર તેના પર એક ટીકા લખી છે. શ્રાવકધર્મવિધિ
આ ગ્રન્થ જિનપતિસૂરિના શિષ્ય જિનેશ્વરે વિ.સં.૧૩૦૩માં લખ્યો છે. તેને શ્રાવકધર્મ પણ કહે છે.
ટીકા – તેના ઉપર ૧૫૧૩૧ શ્લોકપ્રમાણ એક ટીકા લક્ષ્મીતિલકગણીએ અભયતિલકની સહાયતાથી વિ.સં. ૧૩૧૭માં લખી છે.
૧. પ્રથમ પરિચ્છેદના નવમાં પદ્યમાં ઉપાસકાચારના વિચારનો સાર કહેવાની પ્રતિજ્ઞા કરવામાં
આવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org