Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
અનગાર અને સાગારનો આચાર
ટીકાઓ – આના ઉપર પ્રભાચન્દ્ર ૧૫૦૦ શ્લોકપ્રમાણ ટીકા લખી છે. બીજી ટીકા જ્ઞાનચ લખી છે. આ ઉપરાંત એક અજ્ઞાતકર્તૃક ટીકા પણ છે. પંચાસગ (પંચાશક)
જૈન મહારાષ્ટ્રીમાં હરિભદ્રસૂરિએ રચેલી આ કૃતિમાં ૧૯ પંચાશક છે. તેમાં પ્રત્યેક વિષય માટે ૫૦-૫૦ પદ્ય છે. આ ૧૮ પંચાશકોનાં નામ નીચે પ્રમાણે છે :
૧. શ્રાવકધર્મ, ૨. દીક્ષા, ૩. ચૈત્યવન્દન, ૪. પૂજા, ૫. પ્રત્યાખ્યાન, ૬. સ્તવન, ૭. જિનભવન, ૮. પ્રતિષ્ઠા, ૯, યાત્રા, ૧૦. શ્રાવકપ્રતિમા, ૧૧. સાધુધર્મ, ૧૨. યતિસામાચારી, ૧૩. પિંડવિધિ, ૧૪. શીલાંગ, ૧૫. આલોચનાવિધિ, ૧૬. પ્રાયશ્ચિત્ત, ૧૭. કલ્પવ્યવસ્થા, ૧૮. સાધુપ્રતિમા, અને ૧૯. તપોવિધિ.
પહેલા પંચાશકમાં “શ્રાવક' શબ્દનો અર્થ, શ્રાવકના બાર વ્રત તથા તેમના અતિચાર, વ્રતોનું કાલમાન, સંલેખના અને શ્રાવકોની દિનચર્યા – આમ વિવિધ બાબતોની માહિતી આપવામાં આવી છે.
ટીકાઓ – અભયદેવસૂરિએ વિ.સં.૧૧૨૪માં એક વૃત્તિ લખી છે. હરિભદ્ર પણ તેના ઉપર ટીકા લખી છે એવો ઉલ્લેખ જિનરત્નકોશમાં (વિ.૧, પૃ. ૨૩૧) છે. વળી, તેના ઉપર એક અજ્ઞાતકર્તક ટીકા પણ છે.
વીરગણીના શિષ્ય શ્રીચન્દ્રસૂરિના શિષ્ય યશોદેવે પહેલા પંચાશક ઉપર જૈન મહારાષ્ટ્રમાં વિ.સં.૧૧૭૨માં એક ચૂર્ણિ લખી છે. તેમણે વિ.સં.૧૧૮૦માં પબ્ધિસૂત્રનું વિવરણ લખ્યું છે. આ ચૂર્ણિના પ્રારંભમાં ત્રણ પદ્ય અને અન્ત પ્રશસ્તિના ચાર પદ્ય છે. બાકીનો આખો ગ્રન્થ ગદ્યમાં છે. આ ચૂર્ણિમાં સમ્યક્તના પ્રકાર, તેનાં યતના, અભિયોગ અને દૃષ્ટાન્ત”, “કરેમિ ભંતે'થી શરૂ થતું સામાયિક સૂત્ર અને તેનો અર્થ તથા મનુષ્યભવની દુર્લભતાનાં દૃષ્ટાંત – આમ અન્યાન્ય વિષયોનું નિરૂપણ છે. આ ચૂર્ણિમાં સામાચારી વિશે અનેક
૧. આ કૃતિ અભયદેવસૂરિકૃત વૃત્તિ સાથે જૈન ધર્મ પ્રસારક સભાએ સન્ ૧૯૧૨માં છપાવી છે. ૨. પ્રથમ પંચાશકની આ ચૂર્ણિ પાંચ પરિશિષ્ટો સાથે દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર સંસ્થાએ સન્
૧૯પરમાં છપાવી છે. ૩. આ તથા અન્ય દષ્ટાંતોની સૂચી પાંચમા પરિશિષ્ટમાં આપવામાં આવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org