Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૨૭૦
કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ (શતક ૨૫)ના આધારે આયોજિત છે. તેમાં પુલાક, બકુશ વગેરે પાંચ પ્રકારના નિર્ઝન્થોનું નિરૂપણ છે. પંચવત્યુગ (પંચવટુક)
આ હરિભદ્રસૂરિએ જૈન મહારાષ્ટ્રીમાં રચેલી ૧૭૧૪ પદ્યની કૃતિ છે. તે નીચે જણાવેલા પાંચ અધિકારોમાં વિભક્ત છે : ૧. પ્રવ્રયાની વિધિ, ૨. પ્રતિદિનની ક્રિયા, ૩. વ્રતોના વિશે સ્થાપના, ૪. અનુયોગ અને ગણની અનુજ્ઞા અને ૫. સંલેખના. આ પાંચ બાબતો સંબંધી પદ્યોની સંખ્યા ક્રમશ: ૨૨૮, ૩૮૧, ૩ર૧, ૪૩૪ અને ૩૫૦ છે.
આ ગ્રન્થ જૈન શ્રમણોએ વિશેષરૂપે મનન કરવા યોગ્ય છે. તેમાં દીક્ષા કોને, ક્યારે અને કોણ આપી શકે તેની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. બીજી બાબતમાં ઉપધિની પ્રતિલેખના, ઉપાશ્રયનું પ્રમાર્જન, ભિક્ષાની (ગોચરીની) વિધિ, ઈર્યાપથિકીપૂર્વક કાયોત્સર્ગ, ગોચરીની આલોચના, ભોજનપાત્રોનું પ્રક્ષાલન, સ્થડિલનો વિચાર અને તેની ભૂમિ તથા પ્રતિક્રમણ – આ બધાંનો વિચાર કરવામાં આવ્યો છે. ચોથા અધિકારમાં “થયપરિણા (સ્તવપરિજ્ઞા) , જેને એક પાહુડ માનવામાં આવે છે, ઉદ્ધત કરવામાં આવી છે. આ તે ગ્રન્થની મહત્તામાં વધારો કરે છે. તેના દ્વારા દ્રવ્યસ્તવ અને ભાવસ્તવનું નિરૂપણ કરવામાં આવ્યું છે.
ટીકા – ૫૦૫૦ શ્લોકપ્રમાણની શિષ્યહિતા' નામની વ્યાખ્યા સ્વયં ગ્રન્થકારે લખી છે. ન્યાયાચાર્ય યશોવિજયજીએ “માર્ગવિશુદ્ધિ' નામની કૃતિ “પંચવત્યુગ'ના આધારે લખી છે. તેમણે “પ્રતિમાશતક'ના શ્લોક ૬૭ની સ્વોપજ્ઞ ટીકામાં થયપરિણાને ઉદ્ધત કરી તેનું સંક્ષેપમાં સ્પષ્ટીકરણ કર્યું છે.'
૧. સ્વોપજ્ઞ ટીકા સાથે દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર સંસ્થાએ સન્ ૧૯૩૨માં પ્રકાશિત કરી છે. ૨. આના વિશે વિશેષ માહિતી “જૈન સત્યપ્રકાશ” (વર્ષ ૨૧, અંક ૧૨)માં પ્રકાશિત થયપરિણા
(સ્તવપરિજ્ઞા) અને તેની યશોવ્યાખ્યા' નામના લેખમાં આપવામાં આવી છે. ૩. આગમોદ્ધારક આનન્દસાગરસૂરિએ આનો ગુજરાતી અનુવાદ કર્યો છે અને તે ઋષભદેવજી
કેશરીમલજી શ્વેતાંબર સંસ્થાએ સન્ ૧૯૩૭માં પ્રકાશિત કર્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org