Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
યોગ અને અધ્યાત્મ
૧. અધ્યાત્મબિંદુ
આ નામનો એક ગ્રંથ ન્યાયાચાર્ય યશોવિજયગણીએ લખ્યો હતો એવું કેટલાકનું કહેવું છે, પરંતુ એવું માનવા માટે કોઈ પ્રમાણ નથી મળતું. ૨. અધ્યાત્મબિંદુ
આ ઉપાધ્યાય હર્ષવર્ધનની કૃતિ છે. તેમાં ૩૨ શ્લોક છે. તેથી તેને ‘અધ્યાત્મબિંદુ-દ્વાત્રિંશિકા' પણ કહે છે. તેની પ્રશસ્તિના આધારે તેના કર્તાનું નામ હંસરાજ પણ હોય એવું લાગે છે.
અધ્યાત્મોપદેશ
આ શ્રી યશોવિજયગણીની કૃતિ છે એવું કેટલાય માને છે, પરંતુ તેના માટે કોઈ વિશ્વસનીય પ્રમાણ આજ સુધી કોઈએ રજૂ કર્યું નથી. અધ્યાત્મકમલમાર્તંડ
૨૬૩
આ દિગંબર રાજમલ્લ કવિ વિરચિત ૨૦૦ શ્લોકપ્રમાણ ધરાવતી કૃતિ છે. આ ઉપરાંત તેમણે વિ.સં.૧૬૪૧માં લાટીસંહિતા, પંચાધ્યાયી (અપૂર્ણ) તથા વિ.સં.૧૬૩૨માં જમ્બુસ્વામિચરિત એ ત્રણ કૃતિઓ પણ રચી છે. પ્રસ્તુત કૃતિ ચાર પરિચ્છેદોમાં વિભક્ત છે અને તેમનામાં ક્રમશઃ ૧૪, ૨૫, ૪૨ અને ૨૦ શ્લોક છે. આમ તેમાં કુલ ૧૦૧ શ્લોક છે. તેની એક હસ્તપ્રતિમાં આ ઉપરાંત ૫ પદ્ય પ્રાકૃતમાં અને ચાર સંસ્કૃતમાં છે. હસ્તપ્રતિના લેખકે પ્રશસ્તિના બે શ્લોક લખ્યા છે.
૧. આ કૃતિની સ્વોપજ્ઞ વિવરણ સહિત જે ચાર હસ્તપ્રતો મુંબઈ સરકારના સ્વામિત્વની છે તેમનો પરિચય DCGCM (Vol. XVIII, Pt. 1, pp. 162-166)માં આપ્યો છે. (આ કૃતિ એલ.ડી.ઈન્સ્ટીટ્યૂટ, અમદાવાદે પ્રકાશિત કરી છે, જેમાં ડૉ. નગીન. જી. શાહની વિસ્તૃત અંગ્રેજી પ્રસ્તાવના છે.)
૨. આ ‘માણિકચંદ્ર દિગંબર જૈન ગ્રન્થમાલા'માં વિ.સં. ૧૯૯૩માં પ્રકાશિત થઈ છે. પ્રારંભમાં આ કવિનું જમ્બુસ્વામીચરિત આવે છે. અંતમાં અધ્યાત્મકમલમાડ સંબંધી અધિક પદ્યો પણ આપવામાં આવ્યાં છે.
૩. તેના કર્તાએ મંગલાચરણમાં તેને ગ્રન્થરાજ કહેલ છે. તેમાં બે પ્રકરણ છે. પહેલામાં ૭૭૦ શ્લોકોમાં દ્રવ્યસામાન્યનું અને બીજામાં દ્રવ્યવિશેષનું નિરૂપણ છે. આ કૃતિ ધર્મનો બોધ કરાવવાનું સુગમ સાધન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org