Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૨૬૪
કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ પ્રથમ પરિચ્છેદમાં મોક્ષ અને મોક્ષમાર્ગ, બીજામાં દ્રવ્યસામાન્યનું લક્ષણ, ત્રીજામાં દ્રવ્યવિશેષ અને ચોથામાં જીવ વગેરે સાત તત્ત્વો અને નવ પદાર્થોનું નિરૂપણ છે. અધ્યાત્મતરંગિણી
આના કર્તા દિગંબર સોમદેવ છે. અધ્યાત્માષ્ટક
આની રચના વાદિરાજે કરી છે. અધ્યાત્મગીતા
આ ખરતરગચ્છના દેવચક્ટ ગુજરાતીમાં ૪૯ પદ્યમાં રચી છે. તે દીપચન્દ્રના શિષ્ય અને ધ્યાનદીપિકાના પ્રણેતા છે. જિનવાણી અને જિનાગમને પ્રણામ કરીને આ ગ્રન્થમાં આત્માનું સાત નવો અનુસાર નિરૂપણ કરવામાં આવ્યું છે. આત્માનો સ્વભાવ, તેનો પરભાવ, તેની સિદ્ધાવસ્થા વગેરે બાબતોનું પણ નિરૂપણ આ લધુ કૃતિમાં કરવામાં આવ્યું છે. વિષય ગહન છે.
જિનરત્નકોશમાં (વિ.૧, પૃ. ૫-૬) “અધ્યાત્મ' શબ્દથી શરૂ થતાં નામોવાળી વિવિધ કૃતિઓનો ઉલ્લેખ આ પ્રમાણે છે : અધ્યાત્મભેદ, અધ્યાત્મકલિકા, અધ્યાત્મપરીક્ષા, અધ્યાત્મપ્રદીપ, અધ્યાત્મપ્રબોધ, અધ્યાત્મલિંગ અને અધ્યાત્મસારોદ્ધાર.
આમાંથી કોઈ પણ કૃતિના કર્તાનું નામ જિનરત્નકોશમાં આપ્યું નથી, તેથી આ બધી કૃતિઓને અજ્ઞાતકર્તક કહી શકાય. ગુણસ્થાનક્રમારોહ, ગુણસ્થાનક અથવા ગુણસ્થાનરત્નરાશિ
આની રચના રત્નશેખરસૂરિએ વિ.સં.૧૪૪૭માં કરી છે. તે વજસેનસૂરિના
૧-૨. માણિકચંદ્ર દિગંબર જૈન ગ્રન્થમાલામાં ગ્રન્થાંક ૧૩ રૂપે વિ.સં. ૧૯૭૫માં આ બંને કૃતિઓ
પ્રકાશિત થઈ છે. ૩. આ કૃતિ શ્રીમદ્ દેવચન્દ્ર (ભાગ ૨)ના પૃ. ૧૮૮-૧૯૫ ઉપર પ્રકાશિત થઈ છે. ૪. આ કૃતિ સ્વીપજ્ઞ વૃત્તિ સાથે “દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર સંસ્થાએ સન્ ૧૯૧૬માં
પ્રકાશિત કરી હતી. મૂલ કૃતિ અને તેના ગુજરાતી ભાવાનુવાદને સારાભાઈ જેસિંગભાઈ દ્વારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org