Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૨૬ ૨
કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ એકથી અધિક નિર્જરા કરનારના વીસ વર્ગોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.' આ પ્રબન્ધના ચોથા અધિકારમાં સંસારને સમુદ્ર વગેરે વિવિધ ઉપમાઓ આપવામાં આવી છે.
ટીકા – ગંભીરવિજયજીએ વિ.સં.૧૯૫૨માં આ કૃતિ ઉપર ટીકા લખી છે અને તે પ્રકાશિત પણ થઈ છે. તેમાં ક્યાંક ક્યાંક ત્રુટિ જણાય છે.
ટબો – ટબાના કર્તા વીરવિજય છે. તે પણ છપાયો છે. અધ્યાત્મોપનિષદ્
આ પણ ન્યાયાચાર્ય યશોવિજગણીની કૃતિ છે. તે ચાર વિભાગોમાં વિભક્ત છે અને તેમની પદ્યસંખ્યા અનુક્રમે ૭૭, ૬૫, ૪૪ અને ૨૩ છે. આમ તેમાં કુલ ૨૦૩ પદ્ય છે. તેમાંથી અધિકાંશ પદ્ય અનુપમાં છે.
વિષય – પ્રત્યેક અધિકારનું નામ અન્વર્થ છે. તે નામ છે : શાસ્ત્રયોગશુદ્ધિ, જ્ઞાનયોગશુદ્ધિ, ક્રિયાયોગશુદ્ધિ અને સામ્યયોગશુદ્ધિ.
પ્રારંભમાં એવંભૂત નયના આધારે અધ્યાત્મનો અર્થ આપ્યો છે. તે અર્થ નીચે મુજબ છે.
૧. આત્માનું જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપ આચાર અને વિર્યાચાર આ પાંચ આચારોમાં વિહરણ અધ્યાત્મ છે.
૨. બાહ્ય વ્યવહારથી મહત્ત્વ પ્રાપ્ત ચિત્તને મૈત્રી આદિ ચાર ભાવનાઓથી વાસિત કરવું “અધ્યાત્મ' છે.
પ્રસ્તુત કૃતિના વિષયોની વિશેષ જાણકારી “યશોદોહન' નામના ગ્રંથમાં (પૃ.૨૭૯-૨૮૦) આપવામાં આવી છે. સાથે સાથે જ જ્ઞાનસારમાં (પૃ.૨૮૦), વૈરાગ્યકલ્પલતામાં (પ્રથમ તબક, પૃ. ૨૮૧) તથા વીતરાગસ્તોત્રમાં (પ્રક.૮) પ્રસ્તુત કૃતિના જે પદ્ય મળે છે તેમનો પણ નિર્દેશ કરવામાં આવ્યો છે.
૧. આ વિષયનું નિરૂપણ આચારાંગ (મૃ.૧, અ.૪) અને તેની નિયુક્તિ (ગાથા ૨૨૨-૨૨૩)ની
ટીકા (પત્ર ૧૬૦આ)માં શીલાંકસૂરિએ કર્યું છે. ૨. આ કૃતિ “જૈનધર્મ પ્રસારક સભાએ વિ.સં.૧૯૬૫માં પ્રકાશિત કરી હતી. ત્યાર પછી “શ્રી
શ્રુતજ્ઞાન અમીધારા'ના પૃ. ૪૭થી ૫૭માં તે સન્ ૧૯૩૬માં છપાઈ છે. આ અધ્યાત્મસાર અને જ્ઞાનસાર સાથે પણ પ્રકાશિત થઈ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org