Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૨૪૪
કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ
આ આખા ગ્રન્થના બે વિભાગ કરી શકાય. ૧થી ૪ના પ્રથમ વિભાગમાં મુખ્યપણે ગૃહસ્થ ધર્મને ઉપયોગી બાબતો આવે છે, જયારે બાકીના પથી ૧૨ પ્રકાશોના બીજા ભાગમાં પ્રાણાયામ વગેરેની ચર્ચા આવે છે.
બીજા પ્રકાશમાં સમ્યત્વ અને મિથ્યાત્વ તથા શ્રાવકોના બાર વ્રતોમાંથી પહેલાં પાંચ અણુવ્રતોનો વિચાર કરવામાં આવ્યો છે.
ત્રીજા પ્રકાશમાં શ્રાવકોનાં બાકીનાં સાત વ્રત, બાર વ્રતોના અતિચાર, મહાશ્રાવકની દિનચર્યા અને શ્રાવકના મનોરથો આમ વિવિધ બાબતો આવે છે.
ચોથા પ્રકાશમાં આત્માની સમ્યક્ત આદિ રત્નત્રય સાથે એકતા, બાર ભાવના, ચાર પ્રકારના ધ્યાન અને આસનોના વિશે કહેવામાં આવ્યું છે. પાંચમા પ્રકાશમાં પ્રાણાયામના પ્રકારો અને કાલજ્ઞાનનું નિરૂપણ છે.
છઠ્ઠા પ્રકાશમાં પાતંજલ યોગદર્શનમાં નિર્દિષ્ટ પરકાયપ્રવેશના ઉપર પ્રકાશ પાડ્યો છે.
સાતમાં પ્રકાશમાં ધ્યાતા, ધ્યેય, ધારણા અને ધ્યાનની ચર્ચા આવે છે.
આઠથી અગિઆર પ્રકાશોમાં ક્રમશઃ પદસ્થ ધ્યાન, રૂપસ્થ ધ્યાન, રૂપાતીત ધ્યાન અને શુક્લ ધ્યાનનું સ્વરૂપ સમજાવ્યું છે.
બારમા પ્રકાશમાં બે બાબત છે : ૧. યોગની સિદ્ધિ, અને ૨. પ્રસ્તુત ગ્રન્થની રચનાનું પ્રયોજન. અહીં રાજયોગની ભલામણ કરવામાં આવી છે.
સ્વોપજ્ઞ વૃત્તિ – ગ્રન્થકારે પોતે આ વૃત્તિ લખી છે. તેના અંતે બે શ્લોક છે. પહેલામાં આનો “વૃત્તિ' તરીકે અને બીજામાં “વિવૃતિ' તરીકે નિર્દેશ છે, જ્યારે પ્રત્યેક પ્રકાશના અંતે આનો “વિવરણ” નામથી ઉલ્લેખ છે. ૧૨૦૦૦ શ્લોકપ્રમાણ આ વૃત્તિ વચ્ચે વચ્ચે આવતા શ્લોકો અને વિવિધ અવતરણોથી સમૃદ્ધ છે. પ્રકાશ ૩, શ્લોક ૧૩૦ની વૃત્તિ (પત્ર ૨૪૭ આ થી પત્ર ૨૫૦
૧. આની એક હસ્તલિખિત પ્રતિ વિ.સં.૧૨૯૨ની પાટણના એક ભંડારમાં છે. વિ.સં.૧૨૫૦ની
એક તાડપત્રીય પ્રતિ પણ છે એવું જાણવામાં આવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org