Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૨૫૬
કર્મસાહિત્ય અને આગામિક પ્રકરણ ૧. અદ્ભવત્વ, ૨. અશરણત્વ, ૩. એકત્વ, ૪. અન્યત્વ, ૫. સંસાર, ૬. લોક, ૭. અશુચિત્વ, ૮. આશ્રવ, ૯. સંવર, ૧૦. નિર્જરા, ૧૧. ધર્મ અને ૧૨. બોધિદુર્લભતા.
આ વિષયનું નિરૂપણ વટ્ટકેરના મૂલાચારમાં (પ્રક.૮) અને શિવાર્યે (શિવકોટિએ) ભગવતી આરાધનામાં કર્યું છે. ધવલે અપભ્રંશમાં રચેલ પોતાના હરિવંશપુરાણમાં કહ્યું છે કે સિંહનન્દીએ અનુપ્રેક્ષા વિશે કોઈ રચના કરી હતી. ૨. બારસાનુoખ્ખા અથવા કાર્તિકેયાનુપ્રેક્ષા
કાર્તિકેય (અપર નામ કુમાર) રચિત આ કૃતિમાં ૪૮૯ ગાથાઓ છે. તેમાં ઉપર્યુક્ત બાર અનુપ્રેક્ષાઓનું વિસ્તૃત વિવેચન કરવામાં આવ્યું છે.
ટીકા – મૂલસંઘના વિજયકીર્તિના શિષ્ય શુભચન્દ્ર વિ.સં.૧૬૧૩માં આ ટીકા લખી છે. ૩. દ્વાદશાનુપ્રેક્ષા
આ નામની ત્રણ સંસ્કૃત કૃતિઓ છે : ૧. સોમદેવકૃત, ૨. કલ્યાણકીર્તિકૃત અને ૩. અજ્ઞાતકર્તીક. દ્વાદશભાવના
આ નામની એક અજ્ઞાતકર્તક કૃતિ છે, તે ૬૮૩ શ્લોકપ્રમાણ છે. દ્વાદશભાવનાકુલક
આ પણ એક અજ્ઞાતકર્તક રચના છે. શાન્તસુધારસ
ગીતગોવિંદ જેવા આ ગેય કાવ્યના પ્રણેતા વૈયાકરણ વિનયવિજયગણી છે.
૧. આનાથારંગ ગાંધીએ પ્રકાશિત કરી છે. તે ઉપરાંત “સુલભ જૈન ગ્રન્થમાલામાં પણ સન્ ૧૯૨૧માં
પ્રકાશિત થઈ છે. ૨. આ કૃતિ પ્રકરણરત્નાકર (ભાગ ૨)માં તથા સન્ ૧૯૨૪માં શ્રુતજ્ઞાનઅમીધારામાં પ્રકાશિત થઈ
છે. જૈન ધર્મ પ્રસારક સભાએ ગંભીરવિજયગણીકૃત ટીકા સાથે આ કૃતિ વિ.સં. ૧૯૬૯માં પ્રકાશિત કરી હતી. તે ઉપરાંત આ સભાએ મોતીચંદ ગિરધરલાલ કાપડિયાના અનુવાદ અને વિવેચન સાથે આ કૃતિ બે ભાગમાં ક્રમશઃ સન્ ૧૯૩૬ અને ૧૯૩૭માં પ્રકાશિત કરી છે. પ્રસ્તુત કૃતિ ઉપર મ.કિ.મહેતાએ પણ અર્થ અને વિવેચન લખેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org