Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૨૪૮
કર્મસાહિત્ય અને આમિક પ્રકરણ તેના સર્ગ ૨૯થી ૪રમાં પ્રાણાયામ અને ધ્યાનના વિશે વિસ્તૃત વિવેચન છે. જ્ઞાનાર્ણવમાં પવનજયથી મૃત્યુનું ભાવિસૂચન થાય છે, એમ કહ્યું છે, પરંતુ તેના માટે શકુન, જ્યોતિષ વગેરે અન્ય ઉપાયોનો નિર્દેશ નથી.
રચનાસમય – જ્ઞાનાર્ણવના કેટલાય શ્લોક ઈષ્ટોપદેશની વૃત્તિમાં દિગંબર આશાધરે ઉદ્ધત કર્યા છે. આના આધારે વિ.સં.૧૨૫૦ આસપાસ આની રચના થઈ હશે, એમ માની શકાય. જ્ઞાનાર્ણવમાં દિગંબર જિનસેન અને અકલંકનો ઉલ્લેખ છે, તેથી તેના આધારે તેની પૂર્વસીમા નક્કી કરી શકાય છે. જિનરત્નકોશમાં (વિ.૧, પૃ.૧૫૦) જ્ઞાનાર્ણવની એક હસ્તપ્રતિ વિ.સં.૧૨૮૪માં લખાઈ હોવાનો ઉલ્લેખ છે. આ જ્ઞાનાર્ણવની ઉત્તરસીમા નક્કી કરવામાં સહાયક છે. જ્ઞાનાવની રચના હૈમ યોગશાસ્ત્રના પહેલાં થઈ કે પછી એના વિશે જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસમાં (ખંડ ૨, ઉપખંડ ૧) ચર્ચા કરવામાં આવી છે.
જ્ઞાનાર્ણવ ઉપર નીચે જણાવેલી ત્રણ ટીકાઓ છે :
૧. તત્ત્વત્રયપ્રકાશિની – આ દિગંબર શ્રુતસાગરની રચના છે. તે દેવેન્દ્રકીર્તિના અનુગામી વિદ્યાનન્દીના શિષ્ય હતા. તેમની આ કૃતિ તેમના ગુરુભાઈ સિંહનન્દીની વિનંતીના પરિણામે રચાઈ છે.
૨. ટીકા – તેના કર્તાનું નામ નવવિલાસ છે.
૩. ટીકા – આ અજ્ઞાતકર્તક છે. જ્ઞાનાર્ણવસારોદ્ધાર
જિનરત્નકોશમાં (વિ.૧, પૃ. ૧૫૦) આનો ઉલ્લેખ આવે છે. આ ઉપર્યુક્ત જ્ઞાનાર્ણવનું સંક્ષિપ્ત રૂપ છે કે પછી ન્યાયાચાર્ય શ્રી યશોવિજયગણીના જ્ઞાનાર્ણવનું એ જ્ઞાત નથી. ધ્યાનદીપિકા
આ કૃતિ ખરતરગચ્છના દીપચન્દ્રના શિષ્ય દેવચન્દ્ર વિ.સં.૧૭૬૬માં તત્કાલીન ગુજરાતી ભાષામાં રચી છે. શુભચન્દ્રકૃત જ્ઞાનાર્ણવનો લાભ જેઓ
૧. આ કૃતિ “અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ” દ્વારા શ્રીમદ્ દેવચન્દ્ર (ભા. ૨)ના સન્ ૧૯૨૯માં
પ્રકાશિત દ્વિતીય આવૃત્તિના પૃ. ૧થી ૧૨૩માં આવે છે. ત્યાં તેનું નામ પુષ્યિકા અનુસાર ધ્યાનદીપિકા ચતુષ્પદ' રાખ્યું છે, પરંતુ ગ્રન્થકારે તો અંતિમ પદ્યમાં “ધ્યાનદીપિકા' નામનિર્દેશ કર્યો છે. આથી અહીં તે નામ રાખવામાં આવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org