Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
યોગ અને અધ્યાત્મ
વિ.સં.૧૫૦૮માં લખાયેલી મળે છે. મેરુસુન્દરગણિએ વિ.સં.૧૫૦૮માં બાલાવબોધ લખ્યો હતો એવો જિનરત્નકોશ (વિ.૧, પૃ. ૩૨૪)માં ઉલ્લેખ છે. ગણીજીએ ઉપર્યુક્ત બાલાવબોધની હસ્તપ્રત (નકલ) તો નહીં લખી હોય ? એવો પ્રશ્ન થાય છે.
વાર્તિક જ્ઞાનાર્ણવ, યોગાર્ણવ અથવા યોગપ્રદીપ
આ કૃતિ દિગંબર શુભચન્દ્રે ૨૦૭૭ શ્લોકોમાં રચી છે. તે ૪૨ સર્ગોમાં વિભક્ત છે. જ્ઞાનાર્ણવની રચના અંશતઃ શિથિલ છે. તે ઉપદેશપ્રધાન ગ્રન્થ છે. તેથી લાગે છે કે કાલાન્તરમાં તેમાં પ્રક્ષેપો થતા રહ્યા હશે. તેની ભાષા સુગમ અને શૈલી હૃદયંગમ છે. તેથી આ કૃતિ સાર્વજનીન બની શકે તેવી છે; પરંતુ શુભચન્દ્રના મતે ગૃહસ્થ યોગનો અધિકારી નથી, આ મુદ્દે જ્ઞાનાર્ણવ હૈમ યોગશાસ્ત્રથી ભિન્ન છે. તેથી તેમાં મહાવ્રતો અને તેમની ભાવનાઓનું હૈમ યોગશાસ્ત્રની અપેક્ષાએ વિશેષ નિરૂપણ છે.
-
આના કર્તાનું નામ ઈન્દ્રસૌભાગ્યગણી છે.
જ્ઞાનાર્ણવમાં (સર્ગ ૨૧-૨૭) કહ્યું છે કે આત્મા પોતે જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે. તેને કષાયરહિત બનાવવાનું નામ જ મોક્ષ છે. તેનો ઉપાય ઈન્દ્રિયો ઉપર વિજયપ્રાપ્તિ છે. આ વિજયપ્રાપ્તિનો ઉપાય ચિત્તની શુદ્ધિ છે, આ શુદ્ધિનો ઉપાય રાગ-દ્વેષવિજય છે, આ વિજયનો ઉપાય સમત્વ છે અને સમત્વની પ્રાપ્તિ જ ધ્યાનની યોગ્યતા છે.
૨૪૭
આ રીતે જે વિવિધ બાબતો આમાં આવે છે તેમની તુલના યોગશાસ્ત્ર (પ્રકાશ ૪) સાથે કરવા જેવી છે.
જ્ઞાનાર્ણવમાં પ્રાણાયામનું નિરૂપણ લગભગ ૧૦૦ શ્લોકોમાં આવે છે, જો કે હેમચન્દ્રસૂરિની જેમ જ તેના કર્તા પણ પ્રાણાયામને નિરુપયોગી અને અનર્થકારી માને છે. જ્ઞાનાર્ણવમાં અનુપ્રેક્ષાવિષયક લગભગ ૨૦૦ શ્લોક છે.
Jain Education International
૧. સંપૂર્ણ મૂલ કૃતિ તથા તેના પ્ર.૧-૪નો ગુજરાતી અને જર્મન અનુવાદ પ્રકાશિત થયો છે. આઠમા પ્રકાશનો ગુજરાતી અનુવાદ ‘મહાપ્રભાવિક નવસ્મરણ' નામના પુસ્તકમાં પૃ. ૧૨૨-૧૩૪ ઉપર છપાયો છે. તેના સંબંધી પથી ૨૩ અર્થાત્ ૧૯ ચિત્રો તેમાં આપવામાં આવ્યાં છે. પાંચમું ચિત્ર ધ્યાનસ્થ પુરુષનું છે, જ્યારે બાકીનાં પદસ્થ ધ્યાન સંબંધી છે.
૨. આ કૃતિ ‘રાયચન્દ જૈન શાસ્ત્રમાલા’માં સન્ ૧૯૦૭માં પ્રકાશિત થઈ છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org