Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૨૩૬
કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ આવ્યું છે. પછી ૧. મિત્રા, ૨. તારા, ૩. બલા, ૪. દીખા, ૫. સ્થિરા, ૬. કાંતા, ૭. પ્રભા અને ૮. પરા – આ આઠ દૃષ્ટિઓનું વિશદ અને મનનીય વિવરણ છે. દીપ્રા નામની ચોથી દષ્ટિના નિરૂપણમાં અવેદ્યસંવેદ્ય પદ', વેદ્યસંવેદ્ય પદ, કુતર્કનિન્દા, સર્વજ્ઞતત્ત્વ અને સર્વજ્ઞોમાં અભેદ, સર્વજ્ઞની દેશના અને સર્વજ્ઞવાદ જેવા વિવિધ અધિકારો છે. અન્ત ૧. ગોત્રયોગી, ૨. કુલયોગી, ૩. પ્રવૃત્તચક્રયોગી અને ૪. નિષ્પન્નયોગી વિશે સ્પષ્ટતા કરવામાં આવી છે. પ્રસ્તુત કૃતિમાં સંસારી જીવની અચરમાવર્તકાલીન અવસ્થાને “ઓઘદૃષ્ટિ' અને ચરમાવર્તકાલીન અવસ્થાને યોગદષ્ટિ' કહી છે. આઠ યોગદષ્ટિઓમાંથી પહેલી ચારમાં મિથ્યાત્વનો અંશ હોવાથી તેમને અવેદ્યસંવેદ્યપદવાળી, અસ્થિર અને સદોષ ગણી છે, જ્યારે બાકીની ચારને વેદસંવેદ્યપદવાળી ગણી છે. પહેલી ચાર દૃષ્ટિઓમાં ચૌદ ગુણસ્થાનોમાંથી પહેલાં ત્રણ ગુણસ્થાન હોય છે, પાંચમી અને છઠ્ઠીમાં તે પછીનાં ત્રણ ગુણસ્થાનો હોય છે, સાતમીમાં તે પછીનાં બે અને આઠમીમાં બાકીનાં છ ગુણસ્થાનો હોય છે.
ઉપર્યુક્ત આઠ દષ્ટિઓનું આલેખન ન્યાયાચાર્ય શ્રી યશોવિજયગણીએ દ્વાત્રિશલાત્રિશિકાની લાત્રિશિકા ૨૧-૨૪માં તથા “આઠ યોગદષ્ટિની સક્ઝાયમાં કર્યું છે. સ્વ. મોતીચંદ ગિ. કાપડિયાએ આ વિષયને લઈને ગુજરાતીમાં જૈન દૃષ્ટિએ યોગ' નામનું પુસ્તક લખ્યું છે. તે ઉપરાંત આ વિષયનું નિરૂપણ ન્યાયવિશારદ ન્યાયતીર્થ મુનિ શ્રી ન્યાયવિજયજીએ અધ્યાત્મતત્ત્વાલોકમાં કર્યું છે.
સ્વોપજ્ઞ વૃત્તિ – ૧૧૭૫ શ્લોકપ્રમાણ આ વૃત્તિ ગ્રંથકારે પોતે રચી મૂલના વિષયનું વિશદ સ્પષ્ટીકરણ કર્યું છે. મિત્રા આદિ આઠ દૃષ્ટિઓની પાતંજલ યોગદર્શન (૨.૨૯)માં આવતાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ આ આઠ યોગાંગો સાથે જેમ મૂલમાં તુલના કરી છે તેવી જ રીતે તેમની તુલના શ્લોક ૧૬ની વૃત્તિમાં ખેદ, ઉદ્વેગ, લેપ, ઉત્થાન,
૧. જેમાં બાહ્ય વેદ્ય વિષયોનું યથાર્થરૂપે સંવેદન અર્થાત્ જ્ઞાન નથી હોતું. ૨. આની બીજી આવૃત્તિ શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈએ વિ.સં. ૨૦૧૦માં પ્રકાશિત કરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org