Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૨૩૪
કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ જોગવિહાણ-વીસિયા નામની ૧૭મી વીસિયા રૂપે. પ્રસ્તુત યોગશતક ગ્રન્થમાં નીચે જણાવેલા વિષયો આવે છે :
નમસ્કાર, યોગનું નિશ્ચય અને વ્યવહાર બંને દૃષ્ટિએ લક્ષણ, સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યકુચારિત્ર એ ત્રણેનાં લક્ષણો, વ્યવહારથી યોગનું સ્વરૂપ, નિશ્ચય યોગથી ફલની સિદ્ધિ, યોગીનું સ્વરૂપ, આત્મા અને કર્મનો સંબંધ, યોગના અધિકારીનાં લક્ષણો, અપુનર્બન્ધકનું લક્ષણ, સમ્યગ્દષ્ટિનાં શુશ્રુષા, ધર્મરાગ અને ગુરુ તથા દેવનું વૈયાવૃજ્ય (સેવા) એ ત્રણ લિંગ, ચારિત્રીનાં લિંગ, યોગીઓની ત્રણ કથાઓ અને તદનુસાર ઉપદેશ, ગૃહસ્થનો યોગ, સાધુની સામાચારી, અપાત્રને યોગ દેવાથી પેદા થનારાં અનિષ્ટો, યોગની સિદ્ધિ, મતાન્તર, ઉચ્ચ ગુણસ્થાનની પ્રાપ્તિની વિધિ, અરતિ દૂર કરવાના ઉપાય, અભ્યાસીનાં કર્તવ્ય, રાગ, દ્વેષ અને મોહનો આત્માના દોષરૂપે નિર્દેશ, કર્મનું સ્વરૂપ, સંસારી જીવ સાથે તેનો સંબંધ, કર્મનાં કારણ, કર્મની પ્રવાહરૂપે અનાદિતા, મૂર્ત કર્મનો અમૂર્ત આત્મા ઉપર પ્રભાવ, રાગાદિ દોષોનું સ્વરૂપ તથા તદ્વિષયક ચિન્તન, મૈત્રી આદિ ચાર ભાવનાઓ, આહારવિષયક સ્પષ્ટીકરણ, સર્વસમ્પત્કારી ભિક્ષા, યોગજન્ય લબ્ધિઓ અને એમનું ફળ, કાયિક પ્રવૃત્તિની અપેક્ષાએ માનસિક ભાવનાની શ્રેષ્ઠતાનાં સૂચક દૃષ્ટાંતોના રૂપમાં મંડૂકચૂર્ણ અને તેની ભસ્મ તથા માટીનો ઘડો અને સુવર્ણકલશ, વિકાસ સાધકના બે પ્રકાર, આશયરત્નનો વાસીચન્દનના રૂપમાં ઉલ્લેખ તથા કાલજ્ઞાનના ઉપાય.
યોગશતકની ગાથા ૯, ૩૭, ૬૨, ૮૫, ૮૮, ૯૨ અને ૯૭માં નિર્દિષ્ટ બાબતો બ્રહ્મસિદ્ધાન્તસમુચ્ચયના શ્લોક ૩૭, ૧૩૬, ૧૬૩, ૨૬૩-૨૬૫, ૧૭૧, ૪૧૩ અને ૩૯૨-૩૯૪માં મળે છે.
જ્યાં સુધી વિષયનો સંબંધ છે ત્યાં સુધી યોગબિન્દુમાં આવતી યોગવિષયક કેટલીય વાતો યોગશતકમાં સંક્ષેપમાં આવે છે. આનું સમર્થન યોગશતકની સ્વોપજ્ઞ ટીકામાં આવતા યોગબિન્દુનાં ઉદ્ધરણોથી થાય છે.
સ્વોપજ્ઞ વ્યાખ્યા – આ વ્યાખ્યા હરિભદ્ર પોતે લખી છે. આનું અથવા મૂલસહિત આ વ્યાખ્યાનું પરિમાણ ૭પ૦ શ્લોક છે. આ સંક્ષિપ્ત વ્યાખ્યાની
૧. જુઓ મુનિ શ્રી પુણ્યવિજયજીની પ્રસ્તાવના, પૃ. ૪ ૨. જુઓ યોગશતકની ગુજરાતી પ્રસ્તાવના, પૃ. ૫૪-૫૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org