Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
યોગ અને અધ્યાત્મ
૨૩૩
તે શોચનીય છે. આધુનિક શિક્ષામાં પૂર્વસેવાને ધાર્મિક શિક્ષાના મૂળ તરીકે માન્ય રાખવામાં આવે તો આજની વિષમ પરિસ્થિતિમાં ખૂબ લાભ થઈ શકે છે.
વૃત્તિ – ‘સોવિન્તા'થી શરૂ થતી આ વૃત્તિનું શ્લોકપ્રમાણ ૩૬૨૦ છે. યોગબિન્દુના સ્પષ્ટીકરણ માટે આ વૃત્તિ અતિ મહત્ત્વની છે. કેટલાક આને સ્વોપજ્ઞ માને છે, પરંતુ ‘સમાધિરાજ’નો જે ખોટો અર્થ કર્યો છે તેનાથી આ મત અનુચિત સિદ્ધ થાય છે. યોગદૃષ્ટિસમુચ્ચય તથા યોગશતક ઉપર એક એક સ્વોપજ્ઞ વૃત્તિ છે અને તે મળે પણ છે. યોગબિન્દુ ઉપર પણ સ્વોપજ્ઞ વૃત્તિ હશે એવી કલ્પના થાય છે.
યોગશતક (જોગસયગ)
શ્રી હરિભદ્રસૂરિએ જેમ સંસ્કૃતમાં યોગવિષયક ગ્રન્થ લખ્યા છે તેમ પ્રાકૃતમાં પણ લખ્યા છે. તેમાંનો એક યોગશતક છે અને બીજો છે વીસવીસિયાની
૧. પ્રો. મણિલાલ ન. દ્વિવેદીએ યોગબિન્દુનો ગુજરાતી અનુવાદ કર્યો હતો અને તે ‘વડોદરા દેશી કેળવણી ખાતું’એ સન્ ૧૮૯૯માં પ્રકાશિત કર્યો હતો.
યોગબિન્દુ અને તેની અજ્ઞાતકર્તૃક વૃત્તિ વગેરેના વિશે વિશેષ જાણકારી મેળવવા જુઓ લેખકના ‘શ્રી હરિભદ્રસૂરિ' તથા ‘જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ' ગ્રન્થ.
૨. તે ગુજરાતી અર્થ, વિવેચન, પ્રસ્તાવના, વિષયસૂચી તથા છ પરિશિષ્ટો સાથે અમદાવાદથી ‘ગુજરાત વિદ્યાસભા’એ પ્રકાશિત કર્યું છે. તેનું સંપાદન ડૉ. ઈન્દુકલા હીરાચન્દ્ર ઝવેરીએ કર્યું છે. આ કૃતિનું નામ ‘યોગશતક’ રાખ્યું છે. સન્ ૧૯૬૫માં આ જ કૃતિ સ્વોપજ્ઞ વૃત્તિ તતા બ્રહ્મસિદ્ધાન્તસમુચ્ચય સાથે ‘યોગશતક’ નામે લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદે પ્રકાશિત કરી છે. તેનું સંપાદન મુનિ પુણ્યવિજયજીએ કર્યું છે. તેમની સંસ્કૃત પ્રસ્તાવના, ડૉ. ઈન્દુકલા હી. ઝવેરીનો અંગ્રેજી ઉપોદ્ઘાત, સંસ્કૃતમાં વિષયાનુક્રમ, ડૉ. કે. કે. દીક્ષિતકૃત યોગશતકનો અંગ્રેજી અનુવાદ, આઠ પરિશિષ્ટ તથા યોગશતક અને બ્રહ્મસિદ્ધાન્તસમુચ્ચયની તાડપત્રીય પ્રતિઓના એક એક પત્રની પ્રતિકૃતિથી તે સમૃદ્ધ છે.
ડૉ. ઈન્દુકલા ઝવેરી દ્વારા સંપાદિત યોગશતકનો હિંદી અનુવાદ પણ ગુજરાત
વિદ્યાસભાએ પ્રકાશિત કર્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org