Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૨૪૦
કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ
તે આત્માના બહિરાત્મા, અત્તરાત્મા અને પરમાત્મા આ ત્રણ ભેદોનું નિરૂપણ કરે છે. આત્માના સ્વરૂપના નિર્દેશક અજૈન મન્તવ્યો પણ તેમણે જણાવ્યાં છે અને જૈન દૃષ્ટિ અનુસાર તેમની આલોચના પણ કરી છે. તેમાં પરમાત્માના વિકલ અને સકલ આ ભેદોનો નિર્દેશ કરી તેમનો સંક્ષિપ્ત પરિચય આપ્યો છે. પ્રસંગોપાત્ત દ્રવ્ય, ગુણપર્યાય, કર્મ, નિશ્ચયનય અનુસાર સમ્યગ્દષ્ટિ, મિથ્યાત્વ, મોક્ષ, નૈૠયિક અને વ્યાવહારિક મોક્ષમાર્ગ અને શુદ્ધ ઉપયોગ ઉપર પણ પ્રકાશ નાખ્યો છે.
ટીકાઓ – આ પરમપ્રયાસ ઉપર બ્રહ્મદેવ, પ્રભાચન્દ્ર અને અન્ય કોઈએ એક એક ટીકા લખી છે. પહેલી પ્રકાશિત છે.
સમાન નામક કૃતિ – પાનન્દીએ સંસ્કૃતમાં ૧૩૦૦ શ્લોકપ્રમાણ પરમાત્મપ્રકાશ' નામની એક કૃતિ રચી છે. જોગસાર (યોગસાર) અથવા દોહાસાર
પરમપ્રયાસના કર્તા જોઈન્દુ યોગીન્દુ)એ ૧૦૮ અપભ્રંશ દોહાઓમાં અધ્યાત્મવિષયક આ કૃતિ રચી છે. તેના અંતિમ પદમાં તેના કર્તાનો નામોલ્લેખ ગોવિંદ્ર મુ”િ એ રૂપે મળે છે. તેથી તેને યોગિચન્દ્રની કૃતિ કહેવામાં આવે છે. તેના પ્રથમ પ્રકાશનમાં (પૃ.૧૬) કર્તાનું નામ યોગીન્દ્રદેવ આપ્યું છે, પરંતુ ખરું નામ તો યોગી છે. તેની સાથે નિયપ્પઢગ (નિજાત્માષ્ટક) અને અમૃતાશીતિ તથા પરમપૂયાસ (પરમાત્મપ્રકાશ) પણ એમની રચનાઓ છે એવો અહીં ઉલ્લેખ છે. નિયમસારની પદ્મપ્રભ મલધારીદેવકૃત ટીકામાં જે ઉદ્ધરણ આવે છે તે અમૃતાશીતિમાં તો મળતું નથી, તેથી “તથા વોરું શ્રીયોનીઃ - મુત્યનાતિમપુનર્ધવસંપૂર્વ” એવું તે તેમના અધ્યાત્મસન્દોહનું કે બીજી કોઈ
૧. આ કૃતિને “માણિકચન્દ્ર દિગમ્બર જૈન ગ્રંથમાલા'ના ૨૧માં ગ્રન્થના રૂપમાં પ્રકાશિત
‘સિદ્ધાન્તસારાદિસંગ્રહ'માં સંસ્કૃત છાયા સાથે પૃ.૧પ-૭૪ ઉપર સ્થાન મળ્યું છે. તે ઉપરાંત આ ગ્રન્થમાં ૮૨ પદ્યોમાં રચાયેલી અમૃતાશીતિ (પૃ.૮૫-૧૦૧) અને આઠ પદ્યાનું નિજાભાષ્ટક પણ છપાયાં છે.
આ યોગસાર “રાયચન્દ્ર જૈન ગ્રન્થમાલામાં પરમાત્મપ્રકાશના પરિશિષ્ટરૂપે સન્ ૧૯૩૭માં પ્રકાશિત થયો છે. તેનું સંપાદન ડૉ. એ.એન.ઉપાધ્યેએ કર્યું છે. સન્ ૧૯૬૦માં તેનું દ્વિતીય સંસ્કરણ પણ છપાયું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org