Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
યોગ અને અધ્યાત્મ
૨૩૫ રચના એવી રીતે થઈ છે કે તેના આધારે મૂલના પ્રાકૃત પઘોની સંસ્કૃત છાયા સુગમતાથી તૈયાર કરી શકાય છે. તેમાં હરિભદ્રસૂરિએ પોતાના અને અન્યકર્તક ગ્રન્થોમાંથી ઉદ્ધરણો આપ્યાં છે. જેમકે યોગબિન્દુ (શ્લોક ૬૭-૬૯, ૧૦૧૧૦૫, ૧૧૮, ૨૦૧-૨૦૫, ૨૨૨-૨૨૬, ૩૫૮, ૩૫૯); લોકતત્ત્વનિર્ણય (શ્લોક ૭); શાસ્ત્રવાર્તાસમુચ્ચય (રૂ. ૭, શ્લોક ૨-૩); અને અષ્ટકપ્રકરણ (અષ્ટક ૨૯). આ બધા સ્વરચિત ગ્રન્થો છે. નીચે દર્શાવેલાં પ્રતીકોવાળા ઉદ્ધરણોનાં મૂળ અજ્ઞાત છે.
શ્રેયાંસ સુવિજ્ઞાન (પૃ.૧), શf: સતૈર્વ ૦ (પૃ. ૫), ધ્વધ સમfધ (પૃ.૯), સમૃતસુપુત (પૃ.૧૦), સાંસદ્ધિ (પૃ.૧૬), પ્રહી વતિ (પૃ.૩૯), દ્વિવિધ હિ મિક્ષવ: પુષ્ય. (પૃ.૩૮), ધર્મધાતી (પૃ.૪૦), પગ્રહાડ (.૪૨), પ્રખાને (પૃ.૪૩) અને ગણે મર૩ (પૃ.૪૩). યોગદષ્ટિસમુચ્ચય
આ કૃતિ શ્રી હરિભદ્રસૂરિએ ૨૨૬ પદ્યોમાં રચી છે. તેમાં યોગના ૧. ઈચ્છાયોગ, ૨. શાસ્ત્રયોગ અને ૩. સામર્થ્યયોગ આ ત્રણ ભેદોનું તથા સામર્થ્યયોગના ધર્મસંન્યાસ અને યોગસંન્યાસ એ બે પેટાભેદોનું નિરૂપણ કરવામાં
૧. પૃ. ૧૧ ઉપર ષષ્ટિતંત્ર અને ભગવદ્ગીતાનાં ઉદ્ધરણો છે. ૨. આ પદ્યો અન્યકર્તક છે, પરંતુ યોગબિન્દુમાં એવી રીતે ગૂંથી લીધાં છે કે તે મૂલનાં જ હોય
એવું લાગે છે. ૩. આ કૃતિ સ્વોપજ્ઞ વૃત્તિ સાથે દેવચન્દ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર સંસ્થા, સૂરતે સન્ ૧૯૧૧માં
પ્રકાશિત કરી છે. તે ઉપરાંત વૃત્તિ સાથે મૂલ કૃતિ જૈન ગ્રન્થ પ્રસારક સભાએ સન્ ૧૯૪૦માં પ્રકાશિત કરી છે. મૂલકૃતિ, તેનો દોહાઓમાં ગુજરાતી અનુવાદ, પ્રત્યેક પદ્યનો અક્ષરશઃ ગદ્યાત્મક અનુવાદ, હારિભદ્રીય વૃત્તિનો અનુવાદ, આ વૃત્તિના આધારે “સુમનોનદિની બૃહદ્ ટીકા' નામનું વિસ્તૃત વિવેચન, પ્રત્યેક અધિકારના અંતે સારરૂપ ગુજરાતી પદ્ય, ઉપોદ્યાત અને વિષયાનુક્રમણિકા – આ રીતે ડૉ. ભગવાનદાસ મ. મહેતા દ્વારા તૈયાર કરવામાં આવેલી વિવિધ સામગ્રી સાથે શ્રી મનસુખલાલ તારાચંદ મહેતાએ “યોગદષ્ટિસમુચ્ચય સવિવેચન' નામથી મુંબઈથી સન્ ૧૯૫૦માં આ ગ્રંથ પ્રકાશિત કર્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org