Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૨૩૦
કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ કે યોગવિષયક કોઈ અન્ય બાબત હશે, એ બતાવવું સંભવ નથી. આ યોગનિર્ણયનો ઉલ્લેખ શ્રી હરિભદ્રસૂરિ સિવાય બીજા કોઈએ કર્યો નથી. કોઈ અજૈન વિદ્વાને કર્યો હોય તો જાણ નથી. વળી, તેની સાથે ઉત્તરાધ્યયનનો ઉલ્લેખ હોવાથી તે એક જૈન કૃતિ હશે એમ મારું માનવું છે. તેના રચનાકાલની ઉત્તરાવધિ વિક્રમની ૮મી સદી છે. યોગાચાર્યની કૃતિ
યોગદષ્ટિસમુચ્ચયના શ્લોક ૧૪, ૧૯, ૨૨, ૨૫ અને ૩પની સ્વોપજ્ઞ વૃત્તિમાં “યોગાચાર્યનો ઉલ્લેખ આવે છે. “લલિતવિસ્તરામાં (પ. ૭૬ અ) “ ચોર્યાઃ ' એવો ઉલ્લેખ છે. આ બંને ઉલ્લેખ એક જ વ્યક્તિના વિશે હશે. એવું લાગે છે કે કોઈ જૈન યોગાચાર્ય હરિભદ્રસૂરિ પહેલાં થયા છે. તેમની કોઈ કૃતિ ઉપલબ્ધ નથી. આ કૃતિ વિક્રમની સાતમી સદીની તો હશે જ. હારિભદ્રીય કૃતિઓ
સમભાવભાવી શ્રી હરિભદ્રસૂરિએ યોગવિષયક અનેક ગ્રન્થ લખ્યા છે, જેમકે ૧. યોગબિન્દુ, ૨. યોગદષ્ટિસમુચ્ચય, ૩. યોગશતક, ૪. બ્રહ્મસિદ્ધાન્તસમુચ્ચય, ૫. જોગવિશિકા, ૬. ષોડશકનાં કેટલાંય પ્રકરણો (ઉદાહરણાર્થ ૧૦-૧૪ અને ૧૬). અન્ય ગ્રન્થોમાં પણ પ્રસંગોપાત્ત યોગવિષયક બાબતોને હરિભદ્રસૂરિએ સ્થાન આપ્યું છે. આ બધી કૃતિઓમાંથી બ્રહ્મસિદ્ધાન્તસમુચ્ચય' વિશે હમણા હમણા જ જાણકારી મળી છે. તેના તથા અન્ય ગ્રન્થોના વિષયમાં આગળ જણાવીશું. યોગબિન્દુ
અનુષ્ટ્રમ્ છન્દના પર૭ પદ્યોમાં રચાયેલી હરિભદ્રસૂરિની આ કૃતિ અધ્યાત્મ
તેમના જીવન અને રચનાઓ વિશે મેં “અનેકાન્તજયપતાકા'ના ખંડ ૧ (પૃ. ૧૭-૨૯) અને ખંડ ૨ (પૃ.૧૦-૧૦૬)ની મારા અંગ્રેજી ઉપોદઘાતમાં તથા શ્રી હરિભદ્રસૂરિ, ષોડશકની પ્રસ્તાવના, સમરાઈઐકહાચરિયના ગુજરાતી અનુવાદવિષયક મારો દૃષ્ટિપાત વગેરેમાં કેટલીક બાબતોનો નિર્દેશ કર્યો છે. ઉપદેશમાલા અને બ્રહ્મસિદ્ધાન્તસમુચ્ચય પણ તેમની કૃતિઓ છે. તેમાં પણ ઉપદેશમાલા તો આજ સુધી મળી જ નથી.
૨. આ કૃતિ અજ્ઞાતકર્તક વૃત્તિ સાથે જૈન ધર્મ પ્રસારક સભા'એ સન્ ૧૯૧૧માં પ્રકાશિત કરી છે. તેનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org